નેશનલ હોટેલ મોડાસા ખાતે અડાઆઠમ દરજી સેવા સમિતિ મોડાસા દ્વારા સ્નેહ સંમેલન તેમજ સન્માન સમારોહ યોજવામાં આવ્યો..
0
ઑક્ટોબર 23, 2025
ઑક્ટોબર 23, 2025
અરવલ્લી મોડાસા દ્વારા નેશનલ હોટલ ખાતે અડાઆઠમ દરજી સેવા સમિતિ મોડાસાનો સ્નેહમિલન સમારોહ યોજાયો જેમાં મોટી સંખ્યામાં સમાજના જ્ઞાતિજનોએ હાજરી આપી.આ સંમેલનમાં દિવંગત આત્માઓને શ્રધ્ધાંજલિ તેમજ ,સમાજના દાતાશ્રીઓ, વડીલો, તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું.નજીકના સમયમાં યોજાનાર સમૂહલગ્નમાં જોડાતા પરિવારોને શાબ્દિક સંદેશો તેમજ લગ્નગ્રંથિથી જોડાતા નવયુગલોને સુખી લગ્નજીવન માટે આશીર્વાદ આપવામાં આવ્યા. સંસ્થાના પ્રમુખશ્રી દ્વારા સેવાકીય પ્રવૃતિઓની અપડેટ્સ આપવામાં આવી. આ સંમેલનમાં આર્થિક સહયોગ, માનસિક સહયોગ તેમજ શારીરિક સહયોગ આપવા બદલ સંસ્થા નામી,અનામી દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. તેમજ આગામી અગિયારમા સ્નેહ સંમેલન માટે દાતાશ્રીઓ દ્વારા દાનની રકમ નોંધવામાં આવી.અંતમાં,સમૂહ ગરબાની રમઝટ માણી તેમજ સૌ સાથે મળીને પ્રિતિ ભોજન લઈ છૂટા પડયા..
