મોડાસા ટાઉન પીઆઇ એબી ચૌધરી પોલીસ સ્ટાફના માણસો સાથે નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન મળેલ બાતમી આધારે ડૂગરવાડા ચોકડી નજીક આવેલ મિર્ઝા કોમ્પલેક્ષની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગેરકાયદેસર રીતે પોતાના અંગત ફાયદા સારું ગંજી પાનાની રમતથી પૈસાનો હારજીતનો જુગાર રમી રમાડે છે તેવી બાતમી આધારે હકીકતવાળી જગ્યાએ રેડ કરતા કુલ સાત ઈસમો જુગાર રમતા પકડાઈ ગયેલ જે તમામ પાસેથી અલગ અલગ ચલણી નોટો ૧૨૦૨૦/ તથા ભોંય તળિયે જમીન પર દાવ ઉપર મુકેલ રોકડ રકમ ૩૬૬૦/ તથા ગંજીપાના નંગ ૫૨ જેની કિંમત ૩૦૦/ મળી કુલ રૂપિયા ૧૫૬૮૦/ તથા એક એકટીવા તથા અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ તથા સાદા મોબાઈલ નંગ સાત જેની કિંમત 30,500/ જે મળી ૮૬૧૮૦/ નો મુદ્દામાલ જપ્ત કરી નબીરાઓને ઝડપી
પડાયેલા નબીરાઓમાં (૧ફરહાન સલીમભાઈ ચગન સીમનાની પાર્ક મોડાસા (૨) અનીશ આરુનભાઈ ગોરી સહારા સોસાયટી મોડાસા (૩) નિઝામુદ્દીન સલીમભાઈ મોડાસિયા સહારા સોસાયટી મોડાસા (૪) સદ્દામ હુસેન સલીમભાઈ દિવાન લીમડા તળાવ મોડાસા(૫) ઇર્શાદભાઈ એમદભાઈ સુથાર મખદુમ સોસાયટી મોડાસા (૬) સફીભાઈ દાઉદભાઈ ખાનજી શમ્મેહિદાયત સોસાયટી મોડાસા(૭) ઇમરાન ભાઈ ઉસ્માનગની સાકરીયાવાળા એકતા પાર્ક સોસાયટી મોડાસા ઉપરોક્ત તમામને ઝડપી પાડી જેલ હવાલે કરેલ છે કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે