ભા
વસાર સમાજના 39 માં સ્નેહ સંમેલન બપોરે ઓઘારી મંદિર ખાતે માતાજીનું હોમ હવન કરી માતાજીના આશીર્વાદ લઈ સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું જેમાં પહેલા ધોરણથી લઈ પીએચડી સુધી ના ગુજરાતી મીડીયમ થી લઈને ઇંગ્લીશ મીડીયમના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સમાજના વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર પ્રતિભાશાળી વ્યક્તિ ઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મોડાસા પ્રદેશ ભાવસાર સમાજ પ્રમુખ દ્વારા સર્વ જ્ઞાતિજનોનો આર્થિક સામાજિક બૌદ્ધિક રીતે સહકાર આપવા બદલ સૌનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથે સાથે સમાજની મહિલા પાંખ મહિલા પ્રમુખ તેમજ આનંદના ગરબા નું ભવ્ય આયોજન કરી સમાજમાં નાનું મોટું પોતાના નથી બનતું યોગ્ય દાન કરનાર મહિલાઓને પણ આભાર વ્યક્ત કરાયો. તેમજ ભાવસાર સમાજ દ્વારા ચાલતી હિંગળાજ ક્રેડિટ સોસાયટી દ્વારા પણ અવારનવાર સમાજ ક્ષેત્રે જરૂર પડે તેની મર્યાદામાં સમાજને દાન અપાતું હોવાથી તેમનો પણ આભાર વ્યક્ત કરાયો હતો શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરતા સમાજ માં સમાજના લોકો દ્વારા દાન લખાવવા માટે પણ લાઈનો લાગી હતી. સાંજે મહાપ્રસાદ અને ત્યારબાદ સાંસ્કૃતિક પ્રોગ્રામ યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં રણાસણ બાયડ ચોઇલા રમોસ તેમજ મોડાસા નગરમાંથી સમાજના મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉમટી પડ્યા હતા
