તિરંગો રાષ્ટ્રીય એકતા, સાંસ્કૃતિક સૌહાર્દ અને સ્વતંત્રતા આંદોલનના બલિદાનનું પ્રતિક..,પરાક્રમી
શૌર્યવાન અને રાષ્ટ્ર સમર્પિત આપણી મહાન ભારતીય સેનાના સાહસ ને કોટી કોટી વંદન કરવા તિરંગા યાત્રામાં અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકાના ભાજપના અનેકવિધ આગેવાનો, સહકારી આગેવાનો, વેપારીઓ ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા.ભિલોડામાં ત્રિરંગા યાત્રા નું પ્રસ્થાન હાથમતી નદીના પુલ પાસે નીરસાગર પ્લાઝા થી કર્યું હતું.મઉં ચાર રસ્તા પાસે શહીદવીર ચોકમાં કાંતિલાલ કોટવાલના સ્મારકમાં શહીદવીર જવાનની પ્રતિમાને ફુલહાર પહેરાવી, પુષ્પાંજલી અર્પણ કરાઈ હતી.
ડી.જે. ના તાલે વાજતે-ગાજતે ભવ્યાતિભવ્ય ત્રિરંગા યાત્રા દરમિયાન ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, ગ્રામજનો, વેપારીઓએ હાથમાં ત્રિરંગા લઈને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ભિલોડા તાલુકાના અનેકવિધ ગ્રામિણ વિસ્તારોમાંથી રાષ્ટ્ર પ્રેમી કાર્યકરો, સેવાભાવી સંસ્થાઓ, વિવિધ સંગઠનો, વેપારીઓ, વડીલો, ભિલોડા નર્સિંગ કોલેજની તાલીમાર્થીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.પોલીસ ધ્વારા ચુસ્ત બંદોબસ્ત ઠેર-ઠેર ગોઠવાયો હતો.