જીપીએસસી એક્ઝામ પાસ થનાર વિદ્યાર્થીનું સન્માન*
0
મે 22, 2025

મ લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત જુદી જુદી પંદર કૉલેજો કેમ્પસમાં આવેલી છે. મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ વી.શાહ દ્વારા સ્પીપામાં રહીને સખત મહેનત કરી જીપીએસસી પરીક્ષા પાસ કરનાર યોવન કુમાર ચૌધરીનું સ્વાગત કર્યું હતું.ઉપપ્રમુખ સુભાષભાઈ એમ શાહ તેમજ મંત્રી ડોક્ટર રાકેશભાઈ મહેતાએ પુસ્તક દ્વારા તાજેતરમાં જીપીએસસી પાસ કરનાર યોવન કુમારને આવકાર આપ્યો હતો.પ્રમુખ મહેન્દ્ર ભાઈએ જણાવ્યું હતું કે મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળમાં ટૂંક સમયમાં જ સ્પીપા ની એન્ટ્રેન્સ એક્ઝામ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવાના ક્લાસીસની શરૂઆત કરવામાં આવશે. તે પહેલા એક સેમિનારનું આયોજન કરવામાં આવશે. જેમાં સ્પીપા, અમદાવાદના ડાયરેક્ટર અને સ્પીપા ના એડિશનલ ડાયરેક્ટર ઉપસ્થિત રહેશે.ટૂંક સમયમાં સેમિનારની તારીખ જાહેર થયા બાદ રસ ધરાવતા વિદ્યાર્થીઓએ પોતાની કોલેજમાં સંપર્ક કરવાનો રહેશે. મંડળ ના પ્રમુખ તથા હોદેદારો આ માટે ભારે જેહમત ઉઠાવી રહ્યાં છે.મોડાસા અને અરવલ્લી આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓ સ્પીપાની એન્ટ્રન્સ એક્ઝામમાં પાસ થાય ત્યાં ભણે અને જીપીએસસી પાસ કરે તેવો મંડળનો શુભ આશય છે.મોડાસા જેવા પછાત વિસ્તારમાં સ્પીપા નું સેન્ટર શરૂ થાય અને તે ઝડપથી કાર્યરત થાય તેવી વિદ્યાર્થીઓ તરફથી માંગ ઉઠી છે.