*કોંગ્રેસ સંગઠનમાં ફેરફારની શરૂઆત*તા
જેતરમાં જ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીજીએ લીધેલી અરવલ્લી જિલ્લાની મુલાકાત અને તેમના દ્વારા શરૂ કરવામાં આવેલ *સંગઠન સૃજન અભિયાન* હેઠળ સમગ્ર ભારત દેશમાં સંગઠનમાં ધરખમ ફેરફાર પાર્ટી દ્વારા શરૂઆત કરવામાં આવી હતી જેમાં દેશના તમામ જિલ્લા કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખને વધુ સત્તાઓ આપી મતદારોના સીધા સંપર્કમાં રહી, કોંગ્રેસના કાર્યકરો ,આગેવાનો અને નેતાઓ મતદારોના આશીર્વાદ મેળવી પક્ષ ફરી સત્તામાં આવે તે માટેની તળામાર તૈયારીઓ શરૂ કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે ગુજરાતમાં આ પાયલોટ પ્રોજેક્ટ *સંગઠન સૃજન અભિયાન* શરૂ કરવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સ્વામિનારાયણ મંદિર ના હોલમાં રાહુલ ગાંધીએ બુથના કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો અને મતદારોને રીઝવવા માટે શું કરવું જોઈએ તેવા સૂચનો પણ મેળવ્યા હતા અને પાંચ સભ્યોની ટીમ દ્વારા દરેક રાજ્યના દરેક જિલ્લામાં પક્ષના કાર્યકરો આગેવાનો કોંગ્રેસી વિચારધારા ધરાવતા લોકોને મળી તેમના અભિપ્રાયો મેળવ્યા હતા અને જિલ્લામાં કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે કેવા આગેવાન ચાલે, તે બાબતે સેન્સ પ્રક્રિયા સમગ્ર ગુજરાત રાજ્યમાં યોજાઇ હતી આ સેન્સ પ્રક્રિયા બાદ પ્રદેશ અને કેન્દ્ર કક્ષાએ જે પણ આગેવાનોના નામ પ્રમુખ પદ માટે મળ્યા હોય તેમાંથી જાતિગત સમીકરણ, સંગઠન મજબૂત કરવાની શક્તિ ધરાવતા અને આવનાર સમયમાં કોંગ્રેસ પક્ષને સત્તામાં લાવી શકે તેવા ઉમેદવારોની પસંદગીની કાર્યવાહી ચાલી રહી છે અને ટૂંક જ સમયમાં વિધિવત રીતે સમગ્ર ગુજરાત રાજ્યમાં જિલ્લા અને મહાનગરોમાં શહેર પ્રમુખ ની નિમણૂકો આપવાના છે તેવામાં મહિલા કોંગ્રેસ માટે પ્રિયંકા ગાંધીજી પણ એક્શન મોડમાં આવી ગયા હોય તેવું લાગે છે કોઈપણ રાજકીય પક્ષ તે તેના મજબૂત સંગઠનના કારણે જ સારી ટીમ બનાવી લોકોના સંપર્કમાં રહી મતદારોને રીઝવી, પક્ષને સત્તામાં લાવવા માટે જવાબદાર હોય છે તે અર્થે મહિલા કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ સમિતિમાં યોગ્ય અને મજબૂત ઉમેદવાર પસંદ કરવાની કાર્યવાહીનો થનગનાટ કોંગ્રેસ પક્ષમાં ચાલી રહ્યો છે તેવામાં ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલ દ્વારા પણ સમગ્ર ગુજરાતમાં મહિલા કોંગ્રેસને મજબૂત બનાવી વધુમાં વધુ મહિલાઓ કોંગ્રેસ પક્ષ સાથે જોડાય તેવા પ્રયત્નોના ભાગરૂપે મહિલા કોંગ્રેસ પ્રમુખ પદે શિક્ષિત,સક્રિય અને સંગઠનને એક નવી ઊંચાઈએ લઈ જાય તેવા ઉમેદવારોની પસંદગીની શરૂઆત કરી છે તેના અનુસંધાને *અરવલ્લી જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ* તરીકે મોડાસાના શિક્ષણવિદ્,જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ,વિવિધ એનજીઓ સાથે સંકળાયેલ સમાજસેવીકા *ડૉ ઉષા રાઠોડ* ની નિમણૂક કરવામાં આવી છે રાજકીય પ્રવૃત્તિ ની સાથે સમજસેવાના કાર્યોમાં સક્રિય છે વિવિધ ક્ષેત્રે ઉચ્ચ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ,મોડાસામાં રહેતા અને કોંગ્રેસ પક્ષને વફાદાર એવા *ડૉ.ઉષા રાઠોડ* ની નિમણૂક જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે થતા, જિલ્લા કોંગ્રેસમાં સંગઠન એક નવી ઊંચાઈએ પહોંચશે તેઓ સુર પણ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યો હતો.. જિલ્લા કોંગ્રેસના નવા વરાયેલ મહિલા અધ્યક્ષ નો ટેલીફોનિક સંપર્ક કરતા તેઓએ અરવલ્લી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રભારી નીરૂબેન પંડ્યા ,પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલ અને રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસના પ્રમુખ અલકા લાંબાજીનો હૃદય પૂર્વક આભાર માની તેમને સોંપવામાં આવેલ જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવી, આવનાર સમયમાં કોંગ્રેસ પક્ષ વધુ મજબૂત બને, વધુમાં વધુ મહિલાઓ પક્ષ સાથે જોડાય અને મોંઘવારી,બેરોજગારી અને ભ્રષ્ટાચારના આ મારમાંથી લોકોને બહાર લાવવા માટે કોંગ્રેસ પક્ષની સરકાર બને તે દિશામાં આવનાર સમયમાં મહિલાઓનું યોગદાન વધારવા માટેની તમામ કામગીરી પર જોર મુકવાનું જણાવ્યું હતું...સ્વભાવે મૃદુ, ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ની સાથે સમાજ સેવામાં પણ સક્રિય એવા ઉષાજી રાઠોડ ને જિલ્લા કોંગ્રેસના આગેવાનો દ્વારા અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી....