*શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા સુવર્ણ જયંતી મહોત્સવ નિમિત્તે *નાટક: દિકરી મારી લાજવાબ* યોજાયું
0
મે 19, 2025

શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા તેના સુવર્ણ જયંતી વર્ષ નિમિત્તે દિકરી મારી લાજવાબ નાટકનો શૉ ભા.મા.શાહ હૉલ માં યોજાયો હતો. જેમાં કટલરી કરિયાણા ના સૌ સભ્યશ્રીઓ પરિવાર સહિત જોડાયા હતા સાથે સાથે મોડાસાના અનેક સંસ્થા ના કાર્યવાહકો અને નગરજનોએ ઉપસ્થિત રહી નાટક ને માણ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ પંકજભાઈ પટેલ, લાયન્સ ક્લબ સોસાયટી ના પ્રમુખ ડો. ટી બી પટેલ, મોડાસા જેસીસ મિલ્ક કમિટી ના ચેરમેન નવનીતભાઈ પરીખ, મોડાસા નગરપાલિકાના પ્રમુખ શ્રી નીરજભાઈ શેઠ, નાટકનું સૌજન્ય આપનાર નીરવભાઈ પ્રજાપતિ, ફંડ કમિટી ચેરમેન સલીમભાઈ દાદુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમનું સન્માન બુકે અને શાલથી કરવામાં આવ્યું હતું. નાટકના દિગ્દર્શક, નિર્માતા મેહુલ પટેલ, પ્રસ્તુત કરતા અલ્પેશ શાહ, સિનિયર આર્ટિસ્ટ કલ્પેશ પટેલ નું પણ શાલ અને બુકે થી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સીઇબી ઈસ્માઈલભાઈ દાદુ, ચેરમેન શ્રી પંકજભાઈ બુટાલા, પ્રમુખ શ્રી રમણભાઈ પ્રજાપતિ, પ્રોજેક્ટ કન્વીનર મયુરભાઈ બુટાલા, સોવેનીયર કન્વીનર જગદીશભાઈ ભાવસાર, મંત્રીશ્રી મુકુન્દ શાહ, ઉપ-પ્રમુખ શ્રી નરેન્દ્ર ભાઈ શાહ અને પ્રવીણભાઈ પટેલ, સહમંત્રી શ્રી મનીષભાઈ ભાવસાર અને નયનભાઈ કોઠારી તથા ખજાનચી જયેશભાઈ ગાંધી તથા એસોસિએશનના સલાહકાર બોર્ડના સભ્યશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ અને સામાન્ય સભ્યશ્રીઓ 1200થી પણ વધુ એ ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો.