શ્રી જે બી શાહ મીડીયમ સ્કુલમાં વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી




 ધી.મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી જે. બી. શાહ અંગ્રેજી માધ્યમના પ્રાથમિક વિભાગમાં આજરોજ નર્સરી થી ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક ઉત્સવની આનંદભેર ઉજવણી કરવામાં આવી. જેમાં 400 થી વધારે બાળકોએ ભાગ લઈને ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને પોતાના આગવા કૌશલ્યો પ્રદર્શિત કર્યા હતા. દર વર્ષે જુદા જુદા પ્રકારના થીમ ઉપર વાર્ષિકોત્સવ  ઉજવવામાં આવે છે. કાર્યક્રમનો હેતુ બાળકો અભ્યાસની સાથે સાથે તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવે, પોતાની સ્કીલ  નૃત્ય દ્વારા રજુ કરી શકે, તે માટેનો  હતો. કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મ.લા.ગાંધી ઉચ્ચતર  કેળવણી મંડળના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ વી. શાહ, મુખ્ય મહેમાન તરીકે શ્રી નૈનેશભાઈ કે.દવે  અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, નવીનચંદ્ર આર મોદી  પૂર્વ પ્રમુખ તથા વર્તમાન ટ્રસ્ટી ધ.મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, પ્રભારી મંત્રી શ્રીપરેશભાઈ બી. મહેતા, ડો. રાકેશભાઈ સી. મહેતા વગેરે હાજર રહ્યા હતા, તેઓએ પોતાના વક્તવ્યમાં શિક્ષકો અને વાલીઓએ જણાવ્યું કે બાળકોને અભ્યાસની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ એટલો જ ન્યાય આપવો જોઈએ. દરેક બાળક યુનિક છે તેનામાં વિવિધ પ્રકારની શક્તિઓ રહેલી છે , પ્રવર્તમાન સમયમાં મોબાઇલની વિપરીત અસરોથી વાલીઓએ સજાગ રહેવું જોઈએ, શિક્ષકો અને વાલીઓએ બાળકની તેજસ્વી કારકિર્દી માટે સતત એકબીજાના સંપર્કમાં રહેવું જોઈએ તેવું સૂચન કર્યું હતું.કાર્યક્રમનું સુંદર આયોજન પ્રાથમિક વિભાગના આચાર્ય  દીપકભાઈ મોદીએ સ્વાગત પ્રવચનથી સમગ્ર શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની મદદથી કર્યું હતું. એમ.ઓ.સી સેલી થોમસ ,જીનકલ ઉપાધ્યાય, તેમજ ભૂમિકાબેન સોનીએ કરી હતી. કાર્યક્રમની શરૂઆત ગણેશ સ્તુતિ અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી . કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓને શીલ્ડ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. ટૂંક જ સમયમાં અભ્યાસની સાથે સાથે દરેક શિક્ષકોએ ખૂબ જ મહેનત કરીને બાળકોને કાર્યક્રમને અનુરૂપ ખૂબ જ પ્રેક્ટિસ કરાવીને તૈયાર કર્યા હતા. મંડળના ઉપપ્રમુખ શ્રી સુભાષભાઈ એમ. શાહ  તેમજ ટ્રસ્ટીશ્રી ડો.અરૂણભાઇ એન. શાહે નાના બાળકોને શુભેચ્છા પાઠવી હતી. બાળકોને  પ્રોત્સાહિત કરવા માટે મંડળના ટ્રસ્ટી શ્રી, પ્રભારી મંત્રીશ્રી, ઉપપ્રમુખ શ્રી, કારોબારી સભ્ય, વિવિધ સંસ્થાના આચાર્ય, શિક્ષકો તેમજ વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.અંતમાં આભાર વિધિ આશિષભાઈ પ્રજાપતિએ કરી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P