શ્રી
કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના સુવર્ણ જયંતી વર્ષ નિમિત્તે *આનંદનો ગરબો* નું આયોજન સોમનાથ મહાદેવ મંદિર, માણેકબાગ સોસાયટી કોમન પ્લોટમાં યોજવામાં આવ્યો હતો જેમાં કિરણબેન ભાવસાર અને આનંદના ગરબાની ટીમે ભક્તિ સભર વાતાવરણમાં આનંદનો ગરબો કર્યો હતો આશરે 250 થી પણ વધુ ભક્તજનો એ આનંદનો ગરબો નો લાભ લીધો હતો.
આ પ્રસંગે આંતર રાષ્ટ્રીય ચકલી દિવસને ધ્યાને લઈ *ચકલી ઘર* નું વિતરણ ગજાનંદ ફૂડ્સ પ્રા. લિ અમદાવાદ ના સૌજન્ય થી અને મયુરભાઈ બૂટાલાના સહકારથી કરવામાં આવ્યું હતું.
અંતે ભક્તજનો માટે નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ પ્રસંગે મંડળી ના ચેરમેન પંકજભાઈ બુટાલા, એસોસિએશનના પ્રમુખ રમણભાઈ પ્રજાપતિ, મંત્રી મુકુન્દભાઈ શાહ, ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ શાહ તેમજ પ્રવીણભાઈ પટેલ, સહમંત્રી મનીષભાઈ ભાવસાર અને નયનભાઈ કોઠારી, ખજાનચી જયેશભાઈ ગાંધી, સોવેનિયર કમિટી ચેરમેન જગદીશભાઈ ભાવસાર, પ્રોજેક્ટ કમિટી ચેરમેન મયુરભાઈ બુટાલા તેમજ મંડળીના મેનેજર નરેશભાઈ શાહ અને સ્ટાફ મિત્રો તેમજ કારોબારી સભ્યો અને સામાન્ય સભ્યશ્રીઓ, માણેકબા સોસાયટીના સિનિયર સિટીઝન સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.