ભિલોડાના સર્વોદય સેવા સંઘ, વાંકાનેર સંચાલિત શેઠ શ્રી જે. એમ. તન્ના વિદ્યાવિહાર (મા. વિ) અને શ્રી કેશરબેન એમ. ઠાકર ઉ.મા. શાળા વાકાનેર આયોજીત દાતાશ્રીઓ નો સન્માન સમારોહ, સર્વોદય સેવા સંઘ કાયમી સદસ્ય પારિવારિક મિલન સમારોહ અને ભુતપુર્વ વિદ્યાર્થી સ્નેહ મિલન સમારોહ તારીખ. 22. 03. 2025 ને શનિવારે સવારે 9:00 કલાકે હાઈસ્કુલ પરીસરમાં દિનેશભાઈ ભુલેશ્વર જોષીની અધ્યક્ષતામાં યોજાયો હતો.ઉદ્દઘાટક તરીકે હરિપ્રસાદ જીવરામ પંડ્યા, અતિથિ વિશેષ તરીકે મુકુંદભાઈ સોમનાથ જોષી, મહેન્દ્રભાઈ પ્રભાશંકર ભટ્ટ, રિતેશભાઈ જગદીશભાઈ પટેલ સહિત રાજકીય, સામાજીક આગેવાનો, વેપારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.શાળા વિકાસ માટે દાતાશ્રીઓના પરીવાર તરફથી વાંકાનેર હાઈસ્કુલ ને માતબર દાન પ્રાપ્ત થયું હતું.
વાંકાનેર હાઈસ્કુલના આગામી વિકાસલક્ષી અનેકવિધ ભગીરથ કાર્યો સમય સર પુર્ણ કરવાનો સંકલ્પ કર્યો હતો.સમગ્ર કાર્યક્રમને અંતે ભોજનદાતા તરીકે રઘુનાથ રામશંકર ઠાકર પરિવાર વાંકાનેર નું સૌજન્ય પ્રાપ્ત થયું હતું.ઉપસ્થિત સર્વે મહાનુભાવોનો સંસ્થા સાથે જોડાવા બદલ હૃદય પુર્વક આભાર વ્યક્ત કર્યો હતો.