કોંગ્રેસ સમિતિ
દ્વારા પવિત્ર યાત્રાધામ શામળાજી ,સર્વોદય આશ્રમ ખાતે સભા માં અરવલ્લી જિલ્લાની જનતા પ્રજાના મુદ્દાઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી કાર્યક્રમનું સ્વાગત પ્રવચન અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલે કર્યું, જેમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી, ખેડૂતો-કામદારોની હાલત અને કાયદો-વ્યવસ્થાના પ્રશ્નો પર ભાર મૂકાયો. તેમણે ખાસ કરીને વોટચોરીના મુદ્દે સહી ઝુંબેશ શરૂ કરવા કાર્યક્રમ જાહેર કર્યો અને પ્રજાને જોડાવા માટે અપીલ કરી.સભાનું અધ્યક્ષ સ્થાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ કર્યું. ઉદઘાટન રાજ્યસભા સાંસદ અને પ્રભારી ગુજરાત મુકુલ વાસનિકજીના વરદહસ્તે થયું.મુખ્ય મહેમાન તરીકે ડો. તુષારભાઈ ચૌધરી, શુભાષિની યાદવજી અને પૂર્વ સાંસદ મધુસૂદનભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા. આગેવાનો એ પોતાના વક્તવ્ય મા સંગઠન મજબૂત કરવાની મહત્વપૂર્ણ માર્ગદર્શન,પ્રજાના હક અને અધિકાર માટે એકજૂટ રીતે લડવા આગેવાનોને માર્ગદર્શન, અને વોટચોરી સામે સચેત રહેવાની મહત્વતા સમજાવી.સભાપૂર્ણ થયા બાદ કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનોએ શામળાજી ખાતે ભગવાન શામળીયાજીના દર્શન કર્યા, ઢોલનગારા સાથે ધ્વજા લઈને પ્રદક્ષિણા કરી અને ધ્વજા ચઢાવી ગુજરાતની જનતાની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.કાર્યક્રમથી અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસ કાર્યકરોમાં નવી ઊર્જા અને ઉત્સાહ ફેલાયો. પ્રજાના હક અને અધિકાર માટેની લડત વધુ મજબૂત થવાની સંદેશા સાથે કાર્યક્રમ પૂર્ણ થયો.
