અરવલ્લી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્રારા નવરાત્રી ગરબા તેમજ દશેરાના તહેવારને ધ્યાનમાં રાખી આમ જનતા ને અનુલક્ષીને સાવચેતીના ભાગરૂપે હાઇજેનિક કડિશન માં ખાધચીજો તૈયાર, સંગ્રહ, વેચાણ થાય તેવા હેતુંસર નીચે જણાવેલ વિગતે રાત્રી ગરબાની મુલાકાત લઇ ફુડ સ્ટોલની તપાસ કરવામાં આવેલ તેમજ નીચે મુજબ ખાદ્યચીજ નમુના લઇ તપાસ માટે મોકલેલ છે નમુનાના પરીણામ આવ્યેથી આગળની કાર્યવાહી કરવમાં આવશે. તા.૨૬/૦૯/૨૦૨૫ ના રોજ (૧) રમઝટ પાર્ટી પ્લોટ (૨) કુમકુમ પાર્ટી પ્લોટ (૩) અર્બુદા પાર્ટી પ્લોટ,ની મુલાકાત લઇ ખાદ્ય સ્ટોલ તપાસ કરી નીચે મુજબના નમુનાની FSW વાન ટીમ દ્રારા નીચે મુજબના ખાદ્યચીજ નમુનાનું સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ હતી સ્થળ તપાસ દરમિયાન કોઇ બિન આરોગ્યપ્રદ તે શંકાસ્પદ ખાદ્યચીજો મળી આવેલ નથી.
કુલ તપાસ કરેલ ફુડ સ્ટોલ-૧૨
વારવાર તળેલ તેલ ના કરેલ TPC ટેસ્ટ ૧૨
કોલ્ડ્રીકસ PH ટેસ્ટ ૧૭
લીધેલ નમુનાઓ
(A) ખોડીયર સ્વીટ માર્ટ, બાયડ, અરવલ્લી
(૧) ફાફડાના નમુના -૨
(૨) ફાફડાની ચટણી નમુના -૧
(૩) જલેબી નમુના -૧
(૪) બેસન નમુના -૧
કુલ નમુના-૫
(B) બિકાનેરી સ્વીટ માર્ટ, મેધરજ
(૧) બરફી નમુના -૧
(૨) જલેબી નમુના -૧
કુલ નમુના-૨
(C) સૌરાષ્ટ્ર ફરસાણ માર્ટ, બાયડ
(૧) ભાવનગરી ગાંઠિયા નમુના -૧
(૨) ફાફડા નમુના -૧
(૩) ચંપાકલી ગાંઠિયા નમુના -૧
(૪) જલેબી નમુના -૧
કુલ નમુના-૪
(D) ખોડિયાર ફરસાણ માર્ટ, ગાબટ
(૧) ગાંઠિયા નમુના -૧
(૩) પેંડા નમુના -૧
(૪) જલેબી નમુના -૧
કુલ નમુના-૩
