ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોડાસા સરસ્વતી બાલમંદિર રત્નદીપ શાખા હોલ ખાતે મેદસ્વિતા મુક્ત શિબિરનું આયોજન કરાયું..


ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર યોગ સેવક યોગ બોર્ડ ચેરમેન શ્રી શીશપાલજીના માર્ગદર્શન  દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસા   સરસ્વતી બાલમંદિર રત્નદીપ શાખા ખાતે મેદસ્વીતા મુક્ત ગુજરાત યોગ શિબિર નું આયોજન કરવામાં આવેલ છે. માન.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ના જન્મ દિવસ થી તારીખ 17/09/2025 થી શરૂ થયેલ મેદસ્વીતા મુક્ત ગુજરાત યોગ શિબિર તારીખ 17/10/2025 ના રોજ પૂર્ણ થશે.યોગ શિબિર માં અલગ અલગ યોગ,આર્યુવેદ,નેચરોથરાપી નું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.આજ રોજ બોલુંન્દ્રા  આર્યુવેદ દવાખાના ના મેડિકલ ઓફિસર ડૉ ડિમ્પલ બેન ખરાડી સાહેબે આર્યુવેદ વિશે તથા મેદસ્વીતા દૂર થાય તે માટે નું માર્ગદર્શન આપવામાં આવ્યું.જિલ્લા યોગ કો.ઓર્ડીનેટર શ્રી રાજેશભાઈ પટેલ,યોગ એક્સપર્ટ કો. ઓર્ડીનેટર જયેન્દ્રભાઇ  મકવાણા,લેઉઆ શંકુતલા બહેન હાજર રહ્યા હતા. આ શિબિર નો મોડાસાના પ્રબુદ્ધ નાગરિકો લાભ લઇ રહ્યા છે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P