મોડાસા નગરપાલિકા દ્વારા ટાઉનહોલમાં ફુડ સેફટી જાગૃતતા અંગેનો કાર્યક્રમ યોજાયો
0
સપ્ટેમ્બર 23, 2025
સપ્ટેમ્બર 23, 2025
મોડાસા નગરપાલિકાના મહાલક્ષ્મી ટાઉનહોલ, ચારરસ્તા ખાતે મોડાસા નગરના ફ્રુડ સ્ટ્રીટ વેન્ડર્સને FSSAI ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ધ્વારા ફુડ સેફટી અંગેની તથા જાગૃતતા માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ જેમાં મોડાસા શહેરી વિસ્તારના ૨૦૦ સ્ટ્રીટ ફુડ વેન્ડરો તાલીમમાં હાજરી આપી આ પ્રસંગે મોડાસા નગરપાલિકાના પ્રમુખશ્રી નિરજ બી. શેઠ, સેનેટરી વિભાગના ચેરમેનશ્રી આશીષભાઇ ચૌધરી, કાઉન્સીલરશ્રી મોહનભાઇ સલાટ તેમજ મુખ્ય અધિકારીશ્રી ભદ્રેશ પટેલ તથા જિલ્લા ખોરાક અને ઔષધિ નિયમન તંત્રના સિનિયર ફુડ સેફટી ઓફીસર યુ.આર. દરજી તથા જે.ડી. ઠાકોર ફુડ સેફટી ઓફીસર અને FSSAI ધ્વારા નિમાયેલી સંસ્થા એ.ટી.આર. લેબોરેટરી તરફથી ટ્રેનર શ્રી અજય બારેલા તથા મિશન મેનેજરશ્રી ડે-એન.યુ.એલ.એમ. કિશન સોની અને નવિનભાઇ પંચાલ તથા સમાજ સંગઠક હિતેશભાઇ પરમાર ઉપસ્થિત રહયા હતા FSSAI નાં ટ્રેનર દ્વારા તમામ સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓને ખોરાક માટે સ્વચ્છતા અને સલામતી અપનાવે તે માટેનું પ્રેઝન્ટેશન દ્વારા સમજ આપવામાં આવેલ. મિશન મેનેજરશ્રી ડે-એન.યુ.એલ.એમ. કિશન સોની દ્વારા PM SVANidhi 2.0 તથા સરકારશ્રીની અન્ય યોજનાઓ વિષે હાજર રહેલા ફેરિયાઓને માહિતીગાર કરવામાં આવ્યા.તથા તમામ ફૂડ વેન્ડરો નો મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યો..
