અરવલ્લી જિલ્લા પાટીદાર સમાજ આયોજિત રમઝટ નવરાત્રી 2025માં સાતમા નોરતે રીયા પટેલે ખેલૈયાઓને મન મૂકી ગરબે રમાડ્યા...


અરવલ્લી જિલ્લામા વરસાદી વાતાવરણ વચ્ચે પણ જગત જનની માં અંબાના સાતમા નોરતે અરવલ્લી જિલ્લા પાટીદાર સમાજ આયોજિત 2025 નવરાત્રીમાં ખેલૈયાઓને રીયા પટેલે ગરબા રમાડ્યા હતા અરવલ્લી જિલ્લાના મોડાસા નગરમાં નવરાત્રિના ગણતરીના દિવસો બાકી હોય માહોલ જામ્યો છે ખેલૈયાઓ વિવિધ ટ્રેડિશનલ ડ્રેસમાં સર્જ થઈ વહેલી પરોઢ સુધી માતાજીના ગરબે રમી રહ્યા છે . અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર રમઝટ નવરાત્રીમાં ગરબે ઘુમ્યા હતા તેમની સાથે યુવા મોરચાના પ્રમુખ અમીશ પટેલ પુનિત પટેલ ઋત્વિક દેસાઈ જયેશ ભરવાડ સહિત કાર્યકરોએ ગરબા ની રંગત માણી હતી. વરસાદી વાતાવરણ વચ્ચે આયોજકોએ ખેલૈયાઓને મુશ્કેલી ન પડે તે માટે તમામ વ્યવસ્થા કરી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P