અરવલ્લી જિલ્લા ભાજપા મહિલા મોરચાની બહેનોના ધરણાં અને કલેક્ટરને આવેદન પાઠવ્યું


*માતૃ ગૌરવનું હનન થયું છે, તે ઈન્ડી ગઠબંધનના કોંગ્રેસ, આરજેડી સહિતના નેતાઓ દેશની માફી માંગે તેવી માંગણી સાથેઅરવલ્લી જિલ્લા ભાજપા મહિલા મોરચા ની બહેનોના ધરણાં અને કલેક્ટરને આવેદન પાઠવ્યું.... દેશના લોકપ્રિય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના દિવંગત માતૃશ્રી વિશે જે અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા છે તેના ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે આજરોજ માતૃ ગૌરવનું હનન થયું છે તે ઈન્ડી. ગઠબંધનના કોંગ્રેસ, આરજેડી સહિતના નેતાઓ દેશની માફી માંગે તેવી માંગણી તથા લાગણી સાથે અરવલ્લી જિલ્લા ભાજપા મહિલા મોરચાની સૌ બહેનોએ જિલ્લા પ્રમુખ શ્રી ભીખાજી ઠાકોર ની ઉપસ્થિતિમાં  જિલ્લાના હોદ્દેદારો કાર્યકર્તા સહીત ઉપસ્થિત રહી મોડાસા ના ચારરસ્તા ટાઉનહૉલ પાસે ધરણાં યોજીને તે બાદ   જિલ્લા કલેક્ટર ને આવેદન પાઠવવામાં આવ્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P