*ગણપતી બાપા મોરીયા નો ગગનભેદી નારો ગુંજયો**'' અગલે બરસ તુમ જલદી આના ''* નો ગગનભેદી નાદ જોરશોથી ગુંજયો
ગણેશ મહોત્સવની શ્રધ્ધાભેર દસ દિવસ સુધી ધામધૂમ પૂર્વક ઉલ્લાસભેર ઉજવણી કર્યા બાદ આજે ગણેશ મહોત્સવ પુર્ણાહુતી દરમિયાન ગણેશજીના ભાવિક ભક્તો ભકિતભાવ સાથે ભાવવિભોર થઈ ગયા હતા.અનંત ચતુર્દશીના પવિત્ર પાવન દિને શુભ મુહૂર્ત દરમિયાન વરસાદના વિધ્ન વચ્ચે ગણેશજીનું વિધિ-વિધાન પુર્વક પુજન, અર્ચન, આરતી કરીને વાજતે - ગાજતે ગણેશજીની ઠેર-ઠેર વિસર્જન યાત્રા નિકળી હતી.ગણેશજીની વિસર્જન યાત્રા દરમિયાન ફટાકડાની આતશબાજી કરાઈ હતી.ગણેશજીની વિસર્જન યાત્રામાં હજ્જારો ભક્તો ડી.જે. ના તાલે ઝુમી ઉઠ્યા હતા.ગણેશજીની આબેહુબ મુર્તીઓની વિસર્જન યાત્રા દરમિયાન અબીલ - ગુલાલની છોળો ઉડતી હતી.ગણેશજી ને પ્રિય એવા મોદક નો પ્રસાદ ધરાવી ભાવિક ભક્તોને ભકિતભાવ પુર્વક વહેંચણી કરીને ગણેશ મહોત્સવની આજે પૂર્ણાહુતિ કરાઈ હતી.
ભિલોડામાં ગણેશ વિસર્જન યાત્રાના રૂટ પર કોઈ પણ પ્રકાર નો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ઠેર-ઠેર ગોઠવાયો હતો.ગણપતી બાપાની મનમોહક આબેહુબ મુર્તીઓ નું વહેતા જળમાં વિસર્જન કરાયું હતું.
