મોડાસા ભાવસાર સમાજ સંચાલિત ઓધારીમાતાના મંદિરના પરિસરમાં આનંદના ગરબા સત્સંગ કથાકાર શ્રી ગીતા સાગર મહારાજના મુખારવિંદે ચાલી રહી છે ત્યારે આ સત્સંગનો લાભ લેવા મોડાસા તથા આજુબાજુના ભક્તજનો લક્ષ્ય ચેનલના માધ્યમથી વિશ્વના ખૂણે ખૂણે તથા અન્ય સમાજના લોકો પણ લાભ લઇરહ્યા છે ત્યારે શ્રી હિંગળાજ ભાવસાર મહિલા ભજન મંડળના કિરણબેન ભાવસાર અને બહેનો દ્વારા સુંદર આયોજન કરાયું છે, પોથીના દાતા સ્વર્ગીય ચંદનબેન મનુભાઈ ભાવસારના સ્મરણાર્થે, હસ્તે આ.સૌ ગીતાબેન દીપકકુમાર મનુભાઈ ભાવસાર, તેમજ અન્ય દાતાઓનું પણ યોગદાન આમાં રહેલ છે, આનંદ ના ગરબા સત્સંગમાં અઠવાડિયાથી ભક્તજનો તેનો રસપાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે
