શામળાજી શ્રી ગાયત્રી મંદિરમાં સાબરકાંઠા - અરવલ્લી જોધપુર ઓડ સમાજ વિકાસ મંડળ ધ્વારા સન્માન સમારોહ યોજાયો
0
ઑગસ્ટ 25, 2025

સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ગાયત્રી મંદિર પરિસરમાં સાબરકાંઠા - અરવલ્લી જોધપુર ઓડ સમાજ વિકાસ મંડળ દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો.આ પ્રસંગે સમાજના ધોરણ. 10 અને 12માં આર્ટસ, કોમર્સ તથા સાયન્સમાં સફળતા મેળવનાર દિકરા, દિકરીઓનું સન્માન કર્યું હતું.સાથે જ અગાઉ રહી ચુકેલા સમાજ પ્રમુખો, વડીલ આગેવાનોને પણ સન્માનિત કર્યા હતા.કાર્યક્રમ દરમિયાન સમાજમાં રહેલા કુરીવાજોને દુર કરવાની દિશામાં ચર્ચા યોજાઈ હતી.સાથે સમાજ દ્વારા શામળાજી મંદિરમાં ધજા ચડાવવાની વિધિનું પણ આયોજન કર્યું હતું.આ શુભ અવસરે સરદારભાઈ ઓડ (પ્રમુખ - ગુજરાત ઓડ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ), હસમુખભાઈ ઓડ (પ્રમુખ - સાબરકાંઠા - અરવલ્લી ઓડ સમાજ), ચીમનલાલ પુર્વ પ્રમુખ, રામસિંગભાઈ ઓડ, વસંતભાઈ ઓડ, પ્રવિણભાઈ ઓડ (મંત્રી), મદરૂપભાઈ ઓડ, દિનેશભાઈ ઓડ, રસિકભાઈ ઓડ, ઈલેશભાઈ ઓડ, મહેન્દ્રભાઈ ઓડ, રાકેશભાઈ ઓડ, પરશુરામભાઈ ઓડ, મદનભાઈ ઓડ, નારણભાઈ ઓડ સહિત અનેકવવિધ આગેવાનો, સમાજના અગ્રણીઓ, મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સન્માન સમારોહથી સમાજના યુવાનોમાં પ્રેરણા, વડીલો પ્રત્યે આદરભાવ વધ્યો હોવાનું સામાજીક આગેવાનોએ જણાવ્યું હતું.