જેબી શાહ અંગ્રેજી મિડિયમ સ્કૂલમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી

 મ


.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી જે. બી .શાહ અંગ્રેજી માધ્યમની શાળામાં બુધવારના રોજ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શાળાના નાના ભૂલકાઓ એ શ્રીકૃષ્ણ, સુદામા, રાધા વગેરેનો પોશાક ધારણ કરીને કાર્યક્રમમાં ભાગ લીધો હતો. શરૂઆતમાં શ્રીકૃષ્ણ ભગવાનની આરતી ઉતારીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. જેમાં નાના ભૂલકાઓએ મટકી ફોડમાં ઉત્સાહથી ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ કોઈપણ જાતના ધર્મના ભેદભાવ વગર ખુશીથી કાર્યક્રમને માણ્યો હતો.વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ રાસ રમીને કાર્યક્રમને વધુ સફળ બનાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન ભૂમિકાબેન ભાવસાર અને મયંકાબેન ભટ્ટે આચાર્ય તેમજ શાળાના તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પરિવાર ના સહકારથી સફળ બનાવ્યો હતો. શાળા પરિવારે આ તહેવારની ઉજવણી દ્વારા બાળકોમાં સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન કર્યું હતું. મંડળના પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ વિ.શાહ તેમજ પ્રભારી મંત્રી શ્રી ડોક્ટર રાકેશભાઈ સી. મહેતા એ સમગ્ર શાળા પરિવાર તેમ જ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P