સર્વોદયનગર પ્રાથમિક શાળામાં 79 માં સ્વાતંત્ર દિન નિમિત્તે શહેર ભાજપા મહામંત્રી કેતન ત્રિવેદીના હસ્તે ધ્વજ વંદન
0
ઑગસ્ટ 15, 2025

સર્વોદય નગર પ્રાથમિક શાળામાં 79 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે મોડાસા શહેર ભાજપા ના મહામંત્રી અને પૂર્વ કોર્પોરેટર કેતન ત્રિવેદીના પ્રમુખ સ્થાને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય ભરત પંચાલ, શાળા પરિવાર તથા આ વિસ્તારના આગેવાનો કોર્પોરેટર મોહનભાઈ સલાટ ,બાલુભાઈ સિંધી,નિકેશ પરમાર, કમળાબેન રાવળ,તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા જયશ્રીબેન પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.