79 સ્વતંત્ર પર્વની સાત દાયકાથી શૈક્ષણિક સેવા આપતી વીએસ શાહ પ્રા.શાળા ક્રિસ્ટલ સાયન્સ સ્કૂલ માં ભવ્ય ઉજવણી
0
ઑગસ્ટ 15, 2025
ઑગસ્ટ 15, 2025
આઝાદીના અમૂલ્ય પર્વ “૭૯ માં સ્વતંત્રતા દિવસ” સાત દાયકાથી શૈક્ષણિક સેવા આપતી શ્રી સરસ્વતી બાલમંદિર મંડળ વીએસ શાહ પ્રા.શાળા ક્રિસ્ટલ સાયન્સ સ્કૂલ પર દેશભક્તિના ભાવ સાથે નાગરિક બેંકના ચેરમે ન પ્રજ્ઞેશ ગાંધી દ્વારા ઘ્વજારોહણ સાથે સ્કૂલ પરિવાર વાલીઓ મંડળના સભ્યો એ તિરંગા તળે સૌએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે સંકલ્પ લીધો. દાયકા થી ચાલતી શાળાના બાળકો દ્વારા દેશભક્તિના ગીતો વક્તવ્ય આપ્યા હતા મંડળના પ્રમુખ નિલેશ જોશીની અધ્યક્ષતામા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ સ્વતંત્ર પર્વના ઉજવણીમાં મંડળના ઉપપ્રમુખ નાનાલાલ પ્રજાપતિ વિનોદ પટેલ રમેશ કડિયા મંત્રી નવનીત પરીખ મુકુંદ શાહ શ્રીકાંત ગાંધી જાહેર સહિયરના અમિતા સોલંકી શર્મિષ્ઠા દરજી મોડાસાના નગરજનો બાળકો વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય વિશાલ પંડ્યા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું
