માલપુર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પ્રમુખશ્રીના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું..
0
ઑગસ્ટ 15, 2025
ઑગસ્ટ 15, 2025
79માં સ્વાતંત્ર્ય પર્વના અવસરે માલપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભાગ્યશ્રીબેન પંડયા દ્વારા માલપુર તાલુકા પંચાયત કચેરી ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું..જે પ્રસંગે માલપુર તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના કર્મચારીઓ, માલપુર નગરજનો, તેમજ વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.. જે પ્રસંગે તાલુકા પંચાયત ઉપપ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ, ન્યાય સમિતિ ચેરમેન મહેશભાઈ વણકર, ભાજપા તાલુકા પ્રમુખ ભાર્ગવભાઈ પટેલ, મહામંત્રી મુકેશસિંહ રાઠોડ, પૂર્વ તાલુકા પ્રમુખ સંજયભાઈ પટેલ, એ.ટી.વી.ટી સભ્યશ્રી પ્રવીણભાઈ, રમણભાઈ પટેલ, જિલ્લા યુવા મોરચા ઉપપ્રમુખ હર્ષ પંડ્યા, તેમજ અન્ય કાર્યકરો, હોમગાર્ડના જવાનો ઉપસ્થિત રહ્યા હતાં..
