મોડાસા કેળવણી મંડળ અને મંડળ સંચાલિત તમામ શાળાઓ દ્વારા ૭૯ માં સ્વતંત્રતા પર્વની દબદભાભેર ઉજવણી કરવામાં
0
ઑગસ્ટ 15, 2025

મોડાસા કેળવણી મંડળ અને મંડળ સંચાલિત તમામ શાળાઓ દ્વારા ૭૯ માં સ્વતંત્રતા પર્વની દબદભાભેર ઉજવણી કરવામાં આવી. આ રાષ્ટ્રીય પર્વ પ્રસંગે મોડાસા કેળવણી મંડળના પ્રમુખશ્રી બીપીનભાઈ ર. શાહના કરકમલો દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે મંડળના સૌ પદાધિકારીઓ, તમામ શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષક ભાઈ-બહેનો, નગરજનો, તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનો જોડાયા. મંડળ સંચાલિત શાળાઓના વિદ્યાર્થી ભાઈ-બહેનો દ્વારા દેશ-ભક્તિ નૃત્યની સુંદર રજૂઆત કરવામાં આવી. આ પ્રસંગે મંડળ પરિસરને વિવિધ રંગોળીઓ દ્વારા રંગબેરંગી ફુગ્ગાઓ દ્વારા અને ત્રિરંગાઓ લહેરાવી સુશોભિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કે.એન.શાહ મોડાસા હાઇસ્કૂલ દ્વારા ઓપરેશન સિંદુર થીમ પર સુંદર રંગોળી તૈયાર કરી હતી. મંડળના પ્રમુખશ્રીએ મંડળ સંચાલિત શાળાઓની સિદ્ધિઓની વાત કરી હતી. સાથે સાથે પર્યાવરણના જતન માટે એક વ્યક્તિ એક વૃક્ષ વાવવા આહ્વાન કર્યું હતું. સમગ્ર પરિસરને તિરંગાઓથી સુશોભિત કરવામાં આવ્યું હતું. આમ આ રાષ્ટ્રીય પર્વને ઉમંગ અને આનંદથી ઉજવવામાં આવ્યો.