ગુરૂપુર્ણીમા ના પાવન પર્વે ભિલોડા થી અમદાવાદ - જામનગર - દ્વારકા સ્લીપર કોચ એસ.ટી.બસ નો ધારાસભ્યશ્રી ના વરદ હસ્તે શુભારંભ કરાયો
0
જુલાઈ 10, 2025

હિંમતનગર એસ.ટી.વિભાગના ભિલોડા એસ.ટી.બસ ડેપો ધ્વારા સંચાલિત ભિલોડા - હિંમતનગર - અમદાવાદ - ચોટીલા - રાજકોટ - જામનગર થી સ્લીપર કોચ એસ.ટી.બસ હવે જગવિખ્યાત સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા સુધી ની બસ ભિલોડા થી દરરોજ સાંજે ૬-૪૫ કલાકે ઉપડશે. આ નવીન સ્લીપર કોચ એસ.ટી.બસનો શુભારંભ કાર્યક્રમ ધારાસભ્ય શ્રી ના વરદ હસ્તે ભિલોડા એસ.ટી ડેપો ખાતે યોજાયો હતો. ભિલોડા દ્વારકા બસ શરૂ કરાતાં હજ્જારો શ્રધ્ધાળુ ભાવિક -ભક્તો સહિત મુસાફરોમાં અત્ર-તત્ર-સર્વત્ર આનંદની લાગણી પ્રસરી હતી. સૌ પ્રથમ મહિલા કર્મચારીઓ એ ઉપસ્થિત મહાનુભાવો ને અને બસને કુમકુમ તિલક કરી વધાવ્યા હતાં. અને શ્રીફળ વધેરી આ બસ નો શુભારંભ ભિલોડા-મેઘરજ વિસ્તાર ના ધારાસભ્ય પી.સી.બરંડાના વરદ્ હસ્તે સ્લીપર કોચ એસ.ટી.બસ ને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમ માં ઉપસ્થિત ભિલોડા ડેપો મેનેજર જે.આર. બુચ સાહેબભિલોડા તાલુકા પંચાયત પ્રમુખ ધનજીભાઈ નિનામા, ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ મનોજભાઈ પટેલ, મહામંત્રી શૈલેષભાઈ કોટવાલ, અરવલ્લી જીલ્લા પંચાયત સદસ્ય રસીકાબેન કિરીટભાઈ ખરાડી, અરવલ્લી જીલ્લા ભાજપ સંગઠન ઉપ પ્રમુખ રાજેશભાઈ નિનામા, કેવલભાઈ જોષીયારા, ડો. રાકેશકુમાર બોડાત, સાવનભાઈ ખાંટ, રાજકીય, સામાજીક આગેવાનો હર્ષદભાઈ એમ. ઉપાધ્યાય, રામઅવતાર શર્મા, જીતકુમાર ત્રિવેદી, કલ્પેશભાઈ ચૌહાણ, સંજયભાઈ પંચાલ સહિત ભિલોડા એસ.ટી.બસ ડેપોના વહીવટી અધિકારીઓ દિપકભાઈ સુથાર, એસ.ટી મજદૂર સંઘ હિંમતનગર વિભાગના મહામંત્રી જગદીશભાઈ પટેલ, રાજેશભાઈ અસારી, જે.કે.નિનામા, પ્રફુલભાઈ બરંડા, રાજેન્દ્રસિંહ ચંપાવત, મહિલા કર્મચારીઓ, કંડકટરો, ડ્રાઈવરો સહિત મિકેનીકલ સ્ટાફ પરીવાર ઉત્સાહભેર હાજર રહ્યા હતા. અને બસ ને પ્રસ્થાન કરાવ્યું હતું. ભિલોડા એસ.ટી. ડેપો મેનેજર જે.આર.બુચ સાહેબ એ જણાવ્યું કે, ભિલોડા થી દ્વારકા સ્લીપર કોચ એસ.ટી.બસ સાંજે ૦૬: ૪૫ વાગ્યે ઉપડશે. અને દ્વારકા થી રાત્રે ૦૯.૩૦ વાગ્યે પરત ઉપડશે.