મોડાસા શહેર ની પ્રજા ને આરોગ્ય અને સુખાકારી ના હેતુસર આયુષ આધારિત સેવાઓ પૂરી પાડવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.આ કેમ્પ માં આરોગ્ય લક્ષી પ્રશ્નો નું નિરાકરણ, આયુષ આધારિત પદ્ધતિ ઓ નું માર્ગદર્શન,આદર્શ જીવનશૈલી માર્ગદર્શન,આહારવિહારમાર્ગદર્શન,પ્રતપ ,રોગ પ્રતિકાર અમૃત પે આયુર્વેદ ઉકાળો,યોગ તથા તેના દ્વારા રોગો ની સારવાર વગેરે નું માર્ગ દર્શન આપવામાં આવ્યું.આર્યુવેદિક જીવન પધ્ધતિ અપનાવવા દિનચર્યા,ઋતુચર્યા નું માર્ગદર્શન આપવામાં આવ્યું.આ નિદાન સારવાર કેમ્પ માં કુલ 216 લાભાર્થીઓ એ લાભ લીધો હતો.
આવા આર્યુવેદ અને હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ ના આયોજનો દ્વારા *હર દિન હર ઘર આર્યુવેદ* ને સાકાર કરવાનો છે.જે આજના આધુનિક યુગમાં પણ દરેક વ્યક્તિ પરંપરાગત આર્યુવેદ ઉપચાર પધ્ધતિ ઓનું મહત્વ દર્શાવે છે. આ આર્યુવેદ નિદાન સારવાર કેમ્પ ની સફળતા એ સાબિત કરે છે કે સરકારી વિભાગો અને સ્થાનિક સમુદાય લોકો ના સહયોગ થી આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન લાવી શકાય આ આર્યુવેદ નિદાન સારવાર કેમ્પ માં નગર પાલિકા મોડાસા પ્રમુખ શ્રી નીરજ ભાઇ શેઠ, ઉપ પ્રમુખ શ્રી રોહિત ભાઇ પટેલ,કચ્છ કડવા પાટીદાર સમાજ પ્રમુખ શ્રી છોટુ ભાઇ પટેલ, આર .એસ. એસ સંયોજક મોહનભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડૉ. જગદીશભાઈ ખરાડી સાહેબ, આર્યુવેદ હોસ્પિટલ મોડાસા વૈદ્ય પંચકર્મ ડૉ .અશ્વિનભાઈ પટેલ ડો.બીપીનભાઈ ખરાડી , ડૉ. નિકિતા બેન પટેલ, ડૉ.ડિમ્પલ બેન અસારી, ડૉ.ચંદ્રપાલ સિંહ ચૌહાણ તથા યોગ ઇન્સ્ટ્રક્ટર, આયુર્વેદ વિભાગ ના સ્ટાફ મિત્રો હાજર રહી આ આર્યુવેદ નિદાન સારવાર કેમ્પ ને સફળ બનાવ્યો હતો.