ભારતીય સંસ્કૃતિમાં ભગવાન કરતાં ગુરુનું અધિક મહત્વ છે ગુરુ એટલે અંધકાર અજ્ઞાનને દૂર કરનાર અને જીવનમાં પ્રકાશ ફેલાવનાર ગુરુ વિના જ્ઞાન જ્ઞાન નહીં અર્થાત જીવનનુ અંતિમ લક્ષ મોક્ષ છે મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રભુનું શરણ ગુરુ વિના શ શક્ય નથી સરસ્વતી બાલ મંદિર યોગકલાસ ખાતે ગુરુપૂર્ણિમા વ્યાસ પૂર્ણિમા ના પૂજન નો સરસ મજાનો કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં ભગવાન વ્યાસ બાદરાયણ અને મહાપ્રભુવલલ્લભાચાર્ય તથા પતંજલિના યોગગુરૂ રામદેવજીનું ષોડશોપચાર પૂજન ,વૈદિક નારાયણો ઉપનિષદ અને ષટૃ દેવતા ગાયત્રી મંત્રોચ્ચાર દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમના યજમાન પદે શ્રી પંકજ શાહ અને મીનાબેન હતા. આ મહાન ગુરુઓ સમક્ષ ઉપસ્થિત રહેલા નગરના પ્રોફેસરો ડોક્ટર્સ વેપારી
ભાઈઓ બહેનો વગેરેએ સદાય પ્રસન્ન રહીને સમાજનું તથા ભગવાનનું કામ કરવાનો સંકલ્પ કર્યો. શ્રી મહાદેવભાઇ મહેશ્વરીએ ગુરુ કોને કહેવા જોઈએ, કેવા ગુરુનું પૂજન કરવું જોઈએ અને વલભાચાર્ય તથા શંકરાચાર્યને આદર્શ માનીને ગુરુ પૂજન કરવું જોઈએ તેવા ભાવાર્થનું સુદર ચિંતન આપ્યું. ડો. હરિલાલ પટેલે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કાર્યક્રમના અંતે પ્રસાદ વિતરણ અને અમૃત પાન કરી આ ભવ્ય સમારંભની પૂર્ણાહુતિ કરી હતી. શ્રીમતી મંજુલાબેન અને શ્રી ભુપેન્દ્રભાઈ ગોરે સરસ મજાના ભાવ ગીતો લઈને રમઝટ બોલાવી હતી. ગુરુ પૂજા ગુરુ વાદમાં ન પરિણામે અને અંધશ્રદ્ધા નો ફેલાવો ન થાય તે રીતનો સંદેશો આજના ઉત્સવથી પ્રજામાં ગયો હતો. શ્રી ચંપકભાઈભાવસારે પૂજા સામગ્રીની વ્યવસ્થા સંભાળી હતી.