અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ૭૯ મા સ્વાતંત્ર દિવસ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ના પ્રાંગણ ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલ ના હસ્તે રાષ્ટ્રધ્વજ ને ફરકાવી સલામી આપવામા આવી.
આ ધ્વજ આપણી એકતા, સ્વતંત્રતા અને બલિદાનનું પ્રતિક છે.અરૂણભાઈ પટેલે જણાવ્યું કે આજે આપણે પ્રતિજ્ઞા લઈએ કે દેશની એકતા, અખંડિતતા અને ગૌરવ માટે હંમેશાં સમર્પિત રહીશું. જિલ્લા ના કોંગ્રેસ ના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.