શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્રના અધ્યાપક મૂળ નિવાસી કિલ્લા પારનેરા વલસાડ ના વતની ને દર વર્ષે યોજાતા આઈ કેન ફાઉન્ડેશન નીતિ આયોગ એમ એસ એમ ઈ - ગવર્મેન્ટ એકમ વિશ્વ માનવ એકતા દિવસ ના ઉપલક્ષ્ય મા હુમેનીટેરિયન એક્સેલન્સ એવોર્ડ HEA દિલ્હી, ઇન્ટરનેશનલ બેલેવોલેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન IBRF કલકત્તા, પ્રાઈડ ઓફ ભારત એવોર્ડ PBA જયપુર થી માનવીય સેવા કાર્યો માટે સન્માન પત્ર પારિતોષિક થી નવાજ્યા.અધ્યાપકશ્રી એ માનવતાને જીવંત રાખે તેવા અસંખ્ય પરોપકારી સેવા કાર્યોમા માતૃશ્રી રંજનાબેન પ્રતાપભાઈ ગોંગીવાલા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, વાત્સલ્યમૂર્તિ રાજમાતા મીનળદેવી ગર્લ્સ સ્ટે હોમ ના નામકરણ માટે મોડાસા અરવલ્લી ખાતે આર્થિક યોગદાન આપેલ છે. રાજ્ય અને રાજ્ય બહાર વિવિધ શાળા ઓ મા કલાકો ના પ્રેરક વ્યાખ્યાનો જરૂરિયાત મંદ માટે ગણવેશ જેકેટ્સ વસ્ત્રો, કુપોષણ ને નાથવા ના પ્રયાસ રૂપે તેતાલીસ લાખ ગ્લુકોઝ બિસ્કીટ્સ પાર્લે જી પર્યાવરણની જાળવણી માટે શાળા મા હજારો વૃક્ષોનું સમર્પણ વગેરે વિવિધ મુહિમો માટે પોતાના સમયે સ્વખર્ચે અઢી હજાર જેટલા કાર્યક્રમો ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી કરી અવિરત સેવારત અધ્યાપકશ્રી એ સમર્પિત કરેલ સમય શક્તિ આર્થિક યોગદાન ને બિરદાવવા અગ્રણીઓની હાજરી મા સન્માનિત કર્યા.ભા
રતના દરેક રાજ્યો માંથી સંસ્થા તેમજ વ્યક્તિગત શ્રેણીમાં વિવિધ વ્યક્તિ _ સંસ્થા જે પૈકી ગુજરાત માંથી ડૉ. મનોજ ગોંગીવાલા ની પસંદગી થવા બદલ સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ વી. શાહ તેમજ માહ્યાવંશી સમાજ; ગુજરાત નું ગૌરવ વધારવા બદલ આનંદીત છે.