ધી સર્વોદય સહકારી બેંક લિમિટેડ મોડાસાની 39 મી વાર્ષિક સાધારણ સભા તારીખ 17/ 9/ 2025 ના રવિવારના રોજ મખદુમ મલ્ટીપપૅજ હોલ મખદુમ હાઇસ્કુલ મોડાસા ખાતે યોજાઇ જેમાં બેંકના ચેરમેનશ્રી ઇકબાલહૂસેન ઇપ્રોલીયાએ સભામાં હાજર રહેલ સભાસદોને આવકારી બેંકની પ્રગતિ સેવાઓ ભૂતકાળમાં કરેલ બેંકની નાણાકીય સામાજિક યોગદાનનો વિસ્તૃત અહેવાલ સભામાં રજૂ કર્યો તથા દરેક સભાસદ ગ્રાહકો સમાજ બેંકની પડખે ઊભા રહી બેંકની પ્રગતિમાં ભાગીદાર બની બેંકની નાણાકીય સેવાઓનો મહત્તમ લાભ લેવા જણાવ્યુ હાજર રહેલ મેનેજિંગ ડિરેક્ટર ડીરેકટરશ્રીઓ તથા તમામ સભાસદોને સભામાં શાંતિપૂર્વક સાંભળી તમામ કાર્યવાહી સવૉનુમતે મંજૂર રાખવા બદલ આભાર માન્યો હતો.