નાથાવાસ પ્રા શાળા ખાતે રક્ષાબંધનની ઉજવણી કાર્યક્રમ યોજાયો
0
ઑગસ્ટ 08, 2025
ઑગસ્ટ 08, 2025
નાથાવાસ પ્રા શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓમાં ભાઈ બહેનનો અતૂટ સ્નેહ જળવાઈ રહે તથા શિક્ષકોમાં પણ ને જળવાઈ રહે તે હેતુથી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી.. વર્ગના સૌ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તમામ દીકરીઓએ વર્ગના વિદ્યાર્થીઓને રાખડી બાંધી હતી તથા શાળાના સ્ટાફમાં સર્વે બહેનોએ ભાઈઓને રાખડી બાંધીને તેઓની રક્ષા ની પ્રાર્થના કરી હતી.. શિક્ષિકા બહેનોએ શિક્ષક મિત્રોને મીઠું કરાવી રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. શાળાના મુખ્ય શિક્ષક રમીલા બેની ભાઈ બહેન નો અતૂટ પ્રેમ અને સ્નેહના આ તહેવારની મહત્તા સૌની સમજાવી હતી
