રક્ષાબંધનના પાવન પર્વ પર આપણું મોડાસા સોશિયલ મીડિયા ગૃપ ના સભ્યો સાથે જાયન્ટસ મોડાસા દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ આજ રોજ રક્ષાબંધન પર્વ ની ઉજવણી બહેરા મુંગા બાળકો સાથે કરી હતી અને આવા દિવ્યાંગ બાળકોને રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર બાળાઓએ ભાઇઓને રક્ષાસુત્ર બાંધી પવિત્ર બંધન સાથે ભાઇ ની રક્ષા ની કામના કરી હતી ત્યારે ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા..આ
પ્રસંગે આપણું મોડાસા સોશિયલ મીડિયા ગૃપ ના ભગીરથભાઇ કુમાવત, મોડાસા નગરપાલિકા પ્રમુખ, નિરજ શેઠ, નીતિન પંડયા, દર્શનિકાબેન પટેલ, જાયન્ટસ મોડાસાના સભ્યો વિનોદભાઇ ભાવસાર, કલ્પેશભાઇ ભાવસાર, હિતેન્દ્રભાઇ પટેલ તથા સંસ્થા ના માનદ સેવા આપતા કર્દમભાઇ વૉરા દિપ્તીબેન ભાવસાર અને સંસ્થા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા...