પવિત્ર પાવન માસના અંતિમ સોમવારે શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજયો ભિલોડાના નવા ભવનાથના મેળામાં માનવમહેરામણ ઉમટયુંનવા ભવનાથ ભુવનેશ્વર મહાદેવ મંદિરમાં હજ્જારો ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી, શિવાલયોમાં કમળના દર્શન, મહા આરતી સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા, ભકતો શિવમય બન્યા દેવાધિદેવ મહાદેવ, ભોળા શિવ શંકર ભગવાનની આરાધના માટે સર્વશ્રેષ્ઠ પવિત્ર પાવન શ્રાવણ માસના અંતિમ સોમવાર નિમિત્તે ભકિતભાવ પુર્વક આનંદ ઉલ્લાસભેર શિવાલયોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.ભાવિક-ભક્તો ભકિતભાવ પુર્વક શ્રધ્ધાભેર દર્શનાર્થે ઉમટયા હતા.અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથકના નવા ભવનાથમાં શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિરમાં હજજારો શિવ ભકતોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.જુના ભવનાથ, નારસોલી એકલિંગજીધામ સહિત નવા ભવનાથના મેળામાં હૈયેહૈયું ભીડાય તેટલી માનવ મેદની ઉમટી હતી.નવા ભવનાથના મેળામાં શ્રીફળ, ચંદન, પુજાપાનો સામાન, ધર-વખરીની ચીજ-વસ્તુઓ, જોડીયો-પાવો રમકડા, ફરાળી ચીજ-વસ્તુઓ સહિત ઠંડા-પીણાનું ધુમ વેચાણ થયું હતું.પ
વિત્ર પાવન શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવાલયોમાં લધુરૂદ્ર, ભજન-કીર્તન સહિત વિશેષ પુજા, આરાધના ભકિતભાવ પુર્વક શ્રધ્ધાભેર કરાઈ હતી.શિવજીને પ્રિય ભાંગની પ્રસાદી વિતરણનો કાર્યક્રમ ઠેર-ઠેર શિવાલયોમાં કરાયું હતું.હર હર મહાદેવ, ॐ નમ: શિવાય, બમ બમ ભોલેનાથ ના ગગનભેદી નાદ સાથે વાતાવરણ ભકિતભાવ સાથે ગુંજી ઉઠ્યું હતું.શિવાલયોમાં લધુરૂદ્ર, જપ, તપ, પુજન, ભજન, અર્ચન, આરતી, મહા આરતી સહિત ભોજન-પ્રસાદીના કાર્યક્રમો યોજાયા હતા.