મોડાસા ઇસ્કોન મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી
0
ઑગસ્ટ 18, 2025

સમગ્ર દેશ જન્માષ્ટમીની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ઇસ્કોન મંદિર મોડાસામાં સંતો મહંતો ભક્તો નગરજનો ની હાજરીમાં સવારે પાંચ વાગ્યાથી જ કૃષ્ણ જન્મોત્સવ ની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી હતી. સવારે મંગળા આરતીથી શરૂઆત કરી સંસ્કૃતિ કાર્યક્રમ સંતો મહંતોના પ્રવચનો મહાપ્રસાદ સાથે ભક્તોમાં અનેરો ઉત્સવ હતો ભક્તો ગોપી બની કનૈયા બનીને આવ્યા હતા. ઇ ઇસ્કોન મોડાસા ખાતે દેવરાજ ધામના મહંત ધનેશ્વર ગીરી મહારાજ કબીર પંથી બાલકદાસજી મહારાજ સાથે સામાજિક કાર્યકરો નિલેશ જોશી વિનોદ ભાવસાર અમરીશ અમરીશ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઇસ્કોન મોડાસાના મનુભીસ્તમદાસ અનિલ પ્રભુ પિન્ટુ પ્રભુ પ્રવીણા માતાજી અરે ભક્તોની ટીમ હાજર રહી અનેરા થનગાટથી ભગવાન કૃષ્ણનો જન્મ ઉત્સવ રાત્રે 12:00 વાગે મટકી ફોડ સાથે કરવામાં આવ્યો હતો