ભિલોડા તાલુકાના નારસોલી એકલિંગજી મંદિરમાં ચાંદીના ગોલ્ડન વર્કવાળા આકર્ષક ધરેણા શિવ ભકત એ અર્પણ કર્યા*

 *જયાં શ્રધ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી...*ગુજરાત રાજયના અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના રમણીય અરવલ્લી ડુંગરોની ગિરિમાળાઓ વચ્ચે આવેલા નારસોલી નગરીમાં આશરે ૯૦૦ વર્ષ પહેલા નું પૌરાણિક સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી એકલિંગજી દાદા નું  ભવ્યાતિભવ્ય મંદિર આવેલું છે.તાજેતરમાં પૌરાણિક એકલિંગજી મંદિરનો જીર્ણોધાર અને પુન: પ્રાણ પ્રતિષ્ઠા, ત્રિ-દિવસીય મહોત્સવ ધામધુમથી ઉજવાયો હતો. એકલિંગજી મંદિરમાં દિન-પ્રતિ-દિન શ્રદ્ધાળુઓ દુર-દુરથી શ્રદ્ધા પુર્વક દર્શનાર્થે આવે છે.ભકતો દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

શ્રાવણ માસમાં શ્રદ્ધાળુ ભકતે ચાંદીના ગોલ્ડન વર્કવાળા આકર્ષક અને આબેહુબ ધરેણા શ્રી એકલિંગજી દાદા ના પવિત્ર પાવન ચરણોમાં અર્પણ કર્યા છે.પવિત્ર પાવન શ્રાવણ માસ નિમિત્તે ત્રીજા સોમવારે શિવ ભક્ત એ કર્મકાંડી ભુદેવ પાસે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન પુર્વક પુજન, અર્ચન કરીને શ્રી એકલિંગજી ધામમાં શ્રી એકલિંગજી પ્રભુ ના ચાંદીના ૪ મુખારવિંદ, ૧ મુંગટ, ૧ પાવડી, ૧ ધંટડી સહિત વિવિધ ચીજ-વસ્તુઓ અર્પણ કરી છે.લાખ્ખો રૂપિયાના ધરેણાનું ગુપ્ત દાન નામ ના જાહેર કરવાની શરતે અર્પણ કર્યું છે.શ્રધ્ધાળુ ભાવિક-ભક્તોમાં અત્ર-તત્ર-સર્વત્ર આનંદની લાગણી પ્રસરી છે.શ્રી એકલિંગજી ટ્રસ્ટ, ટ્રસ્ટીઓ સહિત કારોબારી સભ્યોએ ગુપ્ત દાન આપનાર દાનવીર પરીવારનો હ્રદય પુર્વક આભાર વ્યક્ત કર્યો હતો.નારસોલી એકલિંગજી ધામમાં આબેહુબ ભવ્યાતિભવ્ય મંદિરમાં દિન-પ્રતિ-દિન શ્રધ્ધાળુ ભાવિક-ભક્તો નો પ્રવાહ વધતો જાય છે.આજે એક શ્રધ્ધાળુ ભાવિક-ભક્ત એ ચાંદી નું આકર્ષક ગોલ્ડન વર્કવાળુ આબેહુબ ભવ્યાતિભવ્ય છત્ર નું દાન આપવાની જાહેરાત કરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P