મોડાસા સિદ્ધિવિનાયક મંદિરના ગણેશ યજમાન વિનોદભાઈ પટેલના ઘરેથી ભવ્ય શોભાયાત્રામાં નીકળેલ.
0
ઑગસ્ટ 27, 2025
ઑગસ્ટ 27, 2025
અરવલ્લી જિલ્લાના મોડાસામાં આજે ગણેશ ઉત્સવ નિમિત્તે મહોલ્લા તથા ગણેશ પંડાલોમાં ગણેશ ઉત્સવની ઉજવણી ચાલી રહી છે તેના ભાગરૂપે આજે મોડાસામાં શ્રદ્ધાનું પ્રતીક સમાન સિદ્ધિવિનાયક મંદિરના ગણેશ યજમાન વિનોદભાઈ પટેલના ઘરેથી શોભાયાત્રા રૂપે નીકળેલ અવનવા મોડાસાના માર્ગો ઉપર ગણપતિ બાપા મોરિયા ઘીમાં લાડુ ચોરીયા તથા જય ગણેશ જય ગણેશ નાનારા જ સંભળાઈ રહ્યા છે ત્યારે માલપુર રોડ ઉપર જાણે લાલ પીળો રંગે રંગાયો હોય તેમ વિનોદભાઈ પટેલ ત્યાંથી નીકળેલ સિદ્ધિવિનાયક ગણપતિમાં ગજરાજ હાથી અવનવા શણગારે સજેલા રથ તથા ટ્રેક્ટરો અને લાંબી કતારમાં ભક્તોની ભીડ હતી તથા તેના પાછળ સાઈ ગણેશ તથા રામપાર્ક ગણેશ તથા મેઘરજ રોડ પર ગણેશ આખા માર્ગો ડીજેના તાલે અને લોકોના નૃત્યમાં જજુમી રહ્યા છે. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા
