મોડાસા તાલુકાની પ્રાથમિક ધાટાકુડોલ પ્રાથમિક શાળામાં મનીષભાઈ શાહ અને રાજેન્દ્રભાઈ પરમાર દ્વારા બાળકોને નોટબુક ચોપડા પેન વિતરણ કરાયું
0
ઑગસ્ટ 26, 2025

અરવલ્લી જિલ્લાની મોડાસા તાલુકાની ઘાંટા કુડોલ પ્રાથમિક શાળામાં અમદાવાદ થી આવેલ મનીષભાઈ શાહ અને રાજેન્દ્રભાઈ પરમાર અને એમની સેવાભાવી ટીમ ના સહયોગ થી બાલ વાટિકા થી લઈને ધોરણ ૮ સુધી ના તમામ બાળકો ને નોટબુકો,ચોપડા, પેન પેન્સિલ ,રબર અને ફૂટપટ્ટી ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું. અરવલ્લી જિલ્લામાં ઘણી બધી સ્કૂલો મા આ રીતે આ કીટ નું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવે છે. આ તબક્કે શાળા પરિવાર અને SMC આ સેવા આપનાર દાતાઓ નો આભાર વ્યક્ત કરેછે..