શ્રીમલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી જેબી શાહ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલમાં બેગલેશ ડે. ઉજવાયો

 મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી જે.બી શાહ અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રાથમિક વિભાગના બાળકો માટે સરકારશ્રીના નવા અભિગમ મુજબ  ભાર વિનાનું ભણતર, બાળકોમાં રહેલી વિવિધ શક્તિઓ બહાર આવે અને બાળકો શાળાના સમયમાં આનંદથી પોતાનામાં રહેલી વિવિધ શક્તિઓ બહાર લાવી શકે, તણાવ  મુક્ત રહે  તે હેતુથી અઠવાડિયામાં એક દિવસ દર શનિવારે સરકારશ્રી દ્વારા શરૂઆત કરેલ છે.  પૂર્વ 

 પ્રાથમિક અને પ્રાથમિક વિભાગના બાળકો માટે આજરોજ યોગ, માસ ડ્રીલ, સ્વચ્છતા ,સમૂહ સફાઈ, ગીત સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના દરેક શિક્ષકોએ બાળકોમાં રહેલી વિવિધ શક્તિઓ માર્ગદર્શન આપીને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો હતો. 

મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ વી .શાહ, પ્રભારી મંત્રીશ્રી ડોક્ટર રાકેશભાઈ સી. મહેતા તેમજ મંડળના તમામ હોદ્દેદારશ્રીઓએ આ પ્રવૃત્તિને બિરદાવી હતી અને અભ્યાસની સાથે સાથે શિક્ષકોએ બાળકોમાં રહેલી વિવિધ શક્તિઓ બહાર લાવવાનો અખૂટ  પ્રયત્ન કરવો જોઈએ એવું માર્ગદર્શન આપ્યું હતું.આચાર્ય  તમામ શિક્ષકો અને તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ વાલીઓનો આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સાથ અને સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને  વાલીઓએ બાળકોને પ્રવૃત્તિના દિવસે અવશ્ય મોકલવા જોઈએ એવું સૂચન કર્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P