માલપુર તાલુકા ની ટીસ્કી હાઈસ્કૂલ ખાતે માય ભારત દ્વારા ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતી ઉજવણી કરવા માં આવી..


દેશવાસીઓમાં રાષ્ટ્રવાદની ચેતના જગાવનાર, દેશની અખંડિતતા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતી પર ભારત સરકારના રમતગમત મંત્રાલય હેઠળના માય ભારત દ્વારા ટીસ્કી હાઈસ્કૂલ ખાતે શાળા ના બાળકો દ્વારા ભાવપૂર્ણ વંદન કરવા માં આવ્યા હતા, જે પ્રસંગે શાળા ના આચાર્ય જયેશભાઈ પટેલ, સનાતન પરિવાર કલ્પેશભાઈ ભટ્ટ, તસ્મીનભાઈ પટેલ તેમજ અન્ય શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.. આ પ્રસંગે રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક હર્ષુ પંડ્યા એ જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરને દેશનું અભિન્ન અંગ બનાવી રાખવા માટે એક દેશમાં “બે નિશાન, બે પ્રધાન અને બે વિધાન નહીં ચાલે”– ડૉ મુખર્જીનું આ આહ્વાન માત્ર એક નારો નહીં, પરંતુ રાષ્ટ્રની એકતા માટેના તેમના સંઘર્ષનું પ્રતીક હતું. 2019માં આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈમોદીજી અને માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની દ્રઢ ઈચ્છાશક્તિને પરિણામે કલમ 370 દૂર થઈ અને તેમનો સંકલ્પ આજે સાકાર થયો છે. માતૃભૂમિ માટે તેમનું સમર્પણ અને ઓજસ્વી વિચારો દેશવાસીઓને હંમેશા પ્રેરણા આપતા રહેશે..

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P