સરસ્વતી બાલ મંદિર યોગ ગ્રુપ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો


અરવલ્લી જિલ્લામાં સીનીયર સીટીઝન યુવા મહિલાઓનો ત્રિવેણી સંગમ એટલે સરસ્વતી બાલમંદિર  યોગ ગ્રુપ દેશમાં યોગ દિન આવે ત્યારે ચારે બાજુ યોગ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે અને જાણે યોગ દિન એક જ દિવસમાં પૂરું થઈ જાય છે ત્યારે સરસ્વતી બાલ મંદિર યોગ એ બારેમાસ યોગ કરાવતું ગ્રુપ છે તે ગ્રુપનું સંચાલન ડો હરિભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે આ યોગ ગ્રુપ વર્ષ દરમિયાન જુદા જુદા કાર્યક્રમો કરી સમાજને નવી રાહ ચીંધી રહી છે જન્માષ્ટમી મહોત્સવને અનુરૂપ  સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન સરસ્વતી બાલમંદિર રત્નદીપ શાખામાં કરવામાં આવ્યું જેમાં યોગ ગ્રુપના સભ્યો દ્વારા કાના રાધા રૂક્ષ્મણી ગોપીઓના જુદા જુદા પાત્રો ભજની તેના ભજન બાળ કાનુડા એ કરેલી લીલા વાતો નાટક સ્વરૂપે રજૂ કરવામાં આવી આ  કાર્યક્રમ રેડ ક્રોસ ના ભરત પરમાર જીવ દયા પ્રેમી સામાજિક કાર્યકર નિલેશ જોશીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું આરએસએસ સાથે જોડાયેલા મોહનભાઈ પટેલ અને મહેમાનો હાજર રહ્યા દીપ પ્રાગટ્ય કરી ભગવાન કૃષ્ણ ને યાદ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન જાયન્ટ્સ મોડાસાના સામાજિક કાર્યકર વિનોદ ભાવસાર મંગેશભાઇ શેઠ પંકજભાઈ શાહ અને તેમની ટીમ દ્વારા સુદર રીતે કરવામાં આવ્યું હતું

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P