જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અરવલ્લી અને સર્વોદય હાઈસ્કૂલ મોડાસાના સહયોગથી POCSO કાયદા અંગે જાગૃતિ શિબિરનો ભવ્ય કાર્યક્રમ તારીખ 17 જુલાઈ 2025ના રોજ યોજાયો હતો.આ શિબિરનું આયોજન અરવલ્લી જિલ્લા પ્રિન્સિપલ સેશન જજ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માનનીય અધ્યક્ષ શ્રી એ. એન. અંજારિયા સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.આ
શિબિરના મુખ્ય વક્તા તથા અધ્યક્ષ તરીકે સિનિયર સિવિલ જજ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફૂલટાઈમ સેક્રેટરી શ્રી બી. એમ. પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને POCSO કાયદાની જટિલતાઓ સરળ ભાષામાં સમજાવી, ટીનએજરોમાં સોશિયલ મીડિયા મારફતે ઉભા થતા જોખમોની સીધી પણ સ્પષ્ટ ચર્ચા કરી.આ સાથે ડેપ્યુટી લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ એડવોકેટ શ્રી ઘનશ્યામભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓ માટે રસપ્રદ દ્રષ્ટાંત અને ગુજરાતી ભાષામાં અસરકારક ભાષણ આપવામાં આવ્યું. તેમણે કહ્યુ કે "મોબાઈલમાં હાથ ઘૂસાડતાં બાળકો ક્યારે કાયદાની જાળમાં ફસાઈ જાય છે, તેને સમજવું બહુ જરૂરી છે."કાર્યક્રમમાં સર્વોદય હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી મયંકભાઈ ભટ્ટ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના શ્રી આર. એમ. પટેલ, તેમજ શાળાના તમામ શિક્ષકગણ અને વિદ્યાર્થીગણ ઉપસ્થિત રહ્યા હતા.આ જાગૃતિ શિબિરનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને કાયદાની સમજ પૂરી પાડવી અને સમાજમાં વધુ જવાબદાર નાગરિક બનાવી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવી રહ્યો.શિબિર અંતે પ્રશ્નોત્તરી અને thanks givingના સત્ર સાથે કાર્યક્રમનો સમાપન કરવામાં આવ્યો.આવા જ જાણકારીભર્યા અને સમજદારી ઊપજાવે તેવા કાર્યક્રમો વધુને વધુ યોજવા તમામ ઉપસ્થિતોએ આશીર્વાદ અને શુભેચ્છા પાઠવી.
---