સર ચામુંડા પરિવાર સેવા ટ્રસ્ટના પ્રમુખ ઈશ્વર ચંદ્ર ભાવસારેજન્મદિન નિમિત્તે શાળાના બાળકોને ગરમાગરમ નાસ્તો આપ્યો..

 મોડાસા તાલુકાના સરડોઈ ના વતની શ્રેષ્ટિ તેમજ ચામુંડા પરિવાર સેવા ટ્રસ્ટના પ્રમુખશ્રી ઈશ્વરચંદ્ર પી ભાવસાર પોતાનો જન્મદિવસ દર વર્ષે અલગ અલગ રીતે ઉજવતા હોય છે આ વર્ષે તેમના જન્મદિવસ નિમિત્તે સરડોઈ પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી તેમજ બાલવાડી ના બાળકોને 


જન્મદિવસ નિમિત્તે ગરમ ગરમ બટાકા પૌવા નો નાસ્તો આપીને બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી અને બાળકોએ આશીર્વાદ પાઠવ્યા હતા શ્રી ઈશ્વરભાઈ ભાવસાર છેલ્લા 27 વર્ષથી આજુબાજુની શાળાઓમાં તિથિ ભોજન તેમજ સારા માર્ક્સ લાવી પાસ થનાર દરેક વિદ્યાર્થીને ટ્રોફી તેમજ પ્રવેશોત્સવ વખતે ગિફ્ટ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે માનવ સેવાના હિમાયતી દાતા અને જુદી જુદી સેવાકીય સંસ્થામાં જોડાઈને પોતાનો આર્થિક સામાજિક અને માનવતાનો પ્રેમ સતત વરસાવી રહ્યા છે જરૂરિયાત માટે સતત હુંફ અને પ્રેમ હંમેશા આપતા રહે છે એવા શ્રી ઇશ્વરભાઇ ભાવસાર ને સરડોઈ શાળા પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P