શ્રી વિશ્વકર્મા પંચાલ સમાજ શામળાજી ખાતે જનરલ સભા યોજાઈ
0
જુલાઈ 21, 2025

ભિલોડા તાલુકાના શામળાજી ખાતે વિશ્વકર્મા પંચાલ સમાજના ૩૯ ગામોની જનરલ સભા યોજાઈ જેમાં અધ્યક્ષ સ્થાને કારછાના ધુળાભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અમદાવાદ મોડાસા અને શામળાજી પંચાલ જ્ઞાતિ મંડળના પ્રમુખ મંત્રી ઉપ-પ્રમુખ સહમંત્રી અને અન્ય જીશા શું વ્યક્તિઓ માટી સંખ્યાઓમાં હાજર રહ્યા હતા. સંસ્થાના પ્રવીણભાઈ પંચાલે ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું સ્વાગત પ્રવચન કર્યું હતું. મંત્રી કનુભાઈ પંચાલે 2023 - 24-25 ના વર્ષના હિસાબો વંચાણમાં લીધા હિસાબો નું આંતરિક ઓડિટ અરવિંદલાલ પંચાલે કરેલ જે યોગય હોવાનું જણાવ્યું. પ્રમુખશ્રી એ વર્ષ દરમિયાન થયેલ વિકાસ ની કામોની કરી આગામી દિવસોમાં સોલાર માટે મોટી રકમની જરૂરિયાત હોવાથી જ્ઞાતિમાંથી સહકાર મળે તેવી માગણી કરી હતી. સંસ્થાને 80 જી સર્ટી મળેલ હોવાથી ઇન્કમટેક્સ માં રાહત મળે માટે દાન આપનારને ફાયદો થશે. મહિલા સશક્તિકરણ માટે ત્રણે સંસ્થાઓ દ્વારા મીટીંગ રાખવા ચર્ચા વિચારણા કરવામાં આવી એકંદરે સારા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. અધ્યક્ષ શ્રી ધુળાભાઈએ આ મંડળને સહયોગ આપવા વિનંતી કરી આભારવિધિ મંત્રી કનુભાઈએ કરી વિસર્જન કર્યું.