મોડાસા તાલુકાના સરડોઈ ગામના કવિ અને સાહિત્યકાર દિનેશ નાયક 'અક્ષર'ને ગુજરાતી સાહિત્યના અગ્રણી પ્લેટફોર્મ ‘સ્ટોરી મિરર’ તરફથી ‘ઓથર ઓફ ધ યર’ (Author of the Year) એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.સા
હિત્ય ક્ષેત્રે છેલ્લા ઘણા સમયથી યુવા કવિએ આગવી ઓળખ બનાવી છે. તેમના લેખનમાં અધ્યાત્મ, પ્રકૃતિ, વિરહ, માનવતાના ભાવ વાંચકના મનમાં ઊંડો પડઘો પાડે છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં પણ તેમને આ એવોર્ડ મળ્યો હતો. બીજી વખત આ પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રાપ્ત કરતાં ગામના શ્રેષ્ઠી ઈશ્વરચંદ્ર ભાવસાર, નિવૃત પોલીસ અધિકારી ગજેન્દ્રસિંહ પુવાર તથા ભાજપ યુવા અગ્રણી યશપાલસિંહ પુવાર સહિત સરડોઈના ગ્રામજનો, સાહિત્યપ્રેમીઓ અને વિવિધ ક્ષેત્રોના આગેવાનો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.