સરસ્વતી બાલમંદિર યોગકલાસ દ્વારા પૂનમ ટ્રાવેલ્સ આયોજિત તારંગા હિલ વડનગર સપ્તેશ્વર ઘરોઈ ડેમનો વનડે પ્રવાસ યોજાઈ ગયો


સરસ્વતી બાલમંદિર યોગ ક્લાસના  સભ્યો ની સાંસ્કૃતિક ધરોહર તથા શૈક્ષણિક ટૂરનું પૂનમ ટૂર. એન્ડ  ટ્રાવેલ્સ. દ્વારા ડો હરિભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વનડે પ્રવાસનો સુદર કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં સપ્તેશ્વર મહાદેવ, વડનગર, તારંગા હિલ તથા ધરોઇ ડેમના સ્થળોની વિસ્તૃત મુલાકાત લેવામાં આવી.વડનગરમાં તાનારીરી ગાર્ડન મહાપ્રભુજીની બેઠક ,તિથિ તોરણ, શર્મિષ્ઠા તળાવ અને ખૂબ જ જોવા લાયક શૈક્ષણિક મૂલ્ય ધરાવતું વડનગરનું મ્યુઝિયમ અને હાટકેશ્વર મંદિર ની મુલાકાત લીધી. વડનગર ના પુરાતત્વ વિભાગ નું મ્યુઝિયમ ખરેખર પ્રત્યેક સ્કૂલે નિહાળવું જોઈએ અને બાળકોને તેનું પ્રત્યક્ષ જ્ઞાન આપવું જોઈએ. 

વડનગર એ 7000 વર્ષ જૂનો સાંસ્કૃતિક વારસો સાચવ્યો છે જેમાં જૈન .બુદ્ધ. આર્ય સંસ્કૃતિનો ભવ્ય વારસો સચવાયો છે. ચક્ર ની શોધ, માટીના વાસણો, ખેતી તથા પીવાના પાણીની વ્યવસ્થા ગામની શેરી તથા અનાજ ભરવા માટેના વાસણો નું અદભુત પ્રદર્શન છે. પુરાતત્વ વિભાગે સમગ્ર સાઈટ નું ખોદકામ કામ કર્યું છે તે કવર કરીને સાચવી રાખવામાં આવે તે અહીંયા પ્રથમ વાર બન્યું છે. કોડિયોથી માંડીને હાથી દાંત અને શિશુ તાંબુ ચાંદી થી લઈને સોનાના સિક્કા સુધીની વિકાસયાત્રા દર્શાવવામાં આવી છે અને આ સિક્કાઓનું પ્રદર્શન પણ છે. સંસ્કૃત પાલી માં લખાયેલા તામ્રપત્રો અને ભોજપત્રો સરસ રીતે સાચવ્યા છે .તારંગામાં અજીતનાથ અને શ્રવણ બેલા ઘોડા ના દિગંબર મંદિર ની ભવ્યતા પણ જોઈ ધરોઈ ડેમની પણ મુલાકાત લીધી. સમગ્ર કાર્યક્રમનું આયોજન પંકજ શાહ, શ્રી વિનોદ ભાવસારઅનેનારાયણભાઈઇનાનીએ કર્યુંહતું..ટૂરમાંડોક્ટર્સપ્રોફેસર,વકીલો ,શિક્ષકો, વેપારીઓ,ગૃહિણીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વડનગરનું મ્યુઝિયમ વર્લ્ડ ક્લાસ છે તેની મુલાકાત પ્રત્યેકે લેવી જોઈએ અને સ્કૂલ કોલેજોએ તો  અવશ્ય જોવા જઈએ. પ્રવાસનો  આનંદ માણી સૌ કોઈએ ખુશી વ્યક્ત કરી હતી

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P