નાલંદા ટાઉનશીપ૧ ખાતે નગરપાલિકા કારોબારી અધ્યક્ષ અતુલભાઈ જોષીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો..
0
જુલાઈ 14, 2025

મોડાસામાં નગરપાલિકાના અધ્યક્ષ શ્રી અતુલભાઇ જોશીના હસ્તે નાલંદા ટાઉનશીપ.1માં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં સોસાયટીના કારોબારી સભ્યો તથા સોસાયટી ના રહીશોએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો. કાર્યક્રમ ના અંતે અતુલભાઇ જોશી અને કાર્યક્રમ માં હાજર રહેલ સોસાયટી નાકારોબારી સભ્યો તથા રહીશો પ્રમુખશ્રી નટવરભાઈ પંચાલ ના ઘરે એકત્રિત થયા. વૃક્ષનું મનુષ્ય જીવનમાં કેટલું મહત્વ છે તે સમજાવવામાં આવ્યું. જે મકાન આગળ વૃક્ષો રોપવામાં આવ્યા તે તે મકાન માલિકોને ઉછેરવાની જવાબદારી સોંપવામાં આવી. વૃક્ષારોપણના કાર્યક્રમમાં સોસાયટીમાંથી પ્રમુખ પંચાલ નટવરભાઈ પંચાલ, મંત્રી અનિલભાઈ સુથાર,ઉપપ્રમુખ રાજુભાઈ પટેલ, સહમંત્રી યોગેશભાઈ પટેલ તથા કમિટીના સભ્યો અને સોસાયટીના રહીશો હાજર રહ્યા હતા. છેલ્લે સોસાયટી ના પ્રમુખ શ્રી નટવરભાઈ પંચાલે સર્વનો હૃદય પૂર્વક આભાર માની કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.