ગુજરાત રાજય સભાના સાંસદ રમીલાબેન બારા અને સાબરકાંઠા - અરવલ્લી જીલ્લાના સાંસદ શોભનાબેન ઉપસ્થિત રહ્યા

વિજયનગર તાલુકાના દઢવાવમાં સરપંચ પદે ચંદ્રિકાબેન લલિતભાઈ ડામોર નો અભિવાદન કાર્યક્રમ યોજાયો સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના દઢવાવ ગામમાં દઢવાવ ગ્રામ પંચાયતમાં સરપંચ પદે ચંદ્રિકાબેન લલિતભાઈ ડામોર નો અભિવાદન સમારોહ કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજય સભાના સાંસદ રમીલાબેન બારા અને સાબરકાંઠા - અરવલ્લી જીલ્લાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.મહેમાનોએ જણાવ્યું હતું કે, પ્રધાન મંત્રી ભારત દેશના છેવાડાના અને નાનામાં નાના માણસની ચિંતા કરી રહ્યા છે ત્યારે અત્રે ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર અને ગુજરાત રાજય સરકારની તમામ યોજનાઓનો લાભ લોકોને અપાવવાની ઉત્તરદાયિત્વ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોના શિરે હોય છે.પા


લ ગ્રામ પંચાયતમાંથી વિભાજીત થયેલ દઢવાવ ગ્રામ પંચાયત ના નવ નિર્વાચીત સરપંચ પદે ચંદ્રિકાબેન લલિતભાઈ ડામોર નો અભિવાદન સન્માન સમારોહ કાર્યક્રમ  યોજાયો હતો.આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનો ને સંબોધતા પુર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ એ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની ભાજપ સરકારની પ્રજાજનોલક્ષી અનેકવિધ યોજનાઓની માહિતી આપી હતી.આ પ્રસંગે સાબરકાંઠા જીલ્લા ભાજપ સંગઠન પ્રમુખ કનુભાઈ પટેલ, પુર્વ ધારાસભ્ય - અશ્વિનભાઈ કોટવાલ, સાબરકાંઠા જીલ્લા ભાજપ સંગઠન - મહામંત્રી લુકેશભાઈ સોલંકી, પ્રમુખ ડો. પરેશભાઈ પટેલ, મહામંત્રી કિરીટભાઈ સડાત, પુર્વ પ્રમુખ મયુરભાઈ શાહ સહિત રાજકીય, સામાજીક સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રગતિ વિદ્યાલય, આચાર્ય જયંતીભાઈ પટેલ એ કર્યું હતું.આભાર - વિધિ ભાજપ અધ્યક્ષ ડો. પરેશભાઈ પટેલ એ કરી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P