ભિલોડા વન વિભાગ રેન્જમાં બાવળીયા ગામમાં ડ્રોન ટેકનોલોજી ધ્વારા સીડ બોલ વાવેતર
0
જુલાઈ 15, 2025

અરવલ્લી જીલ્લાના વન વિભાગ હસ્તકની ક્ષેત્રીય રેન્જ ભિલોડામાં નાયબ વન સંરક્ષક અરવલ્લી વન વિભાગ, મોડાસાના માર્ગદર્શન હેઠળ મદદનીશ વન સંરક્ષકના અધ્યક્ષ સ્થાને ભિલોડા વન વિભાગ રેન્જના ૫.વ.અ., વનપાલ / વન રક્ષક, PRIME UAV PRIVATE LTD, મહેસાણા ટીમ, ભિલોડા વન વિભાગના રોજમદારો ધ્વારા બાવળીયા પંથકમાં ૫૦.૦૦ હેક્ટર વિસ્તારમાં (૬૬૬૦/- સીડ બોલ / પ્રતિ હેક્ટરે) ડ્રોન ટેકનોલોજી ધ્વારા એરિયલ સીડિંગ કરી સીડ બોલ પ્લાન્ટ્રેશન કામગીરી કરાઈ હતી.