ટીટોઇમાં દિનેશભાઈ ધનજીભાઈ પટેલના નિવાસસ્થાનેથી ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા સાથે રાજુભાઈ બાબુભાઈ કારીગરના નિવાસસ્થાને દશામાની મૂર્તિનું ભવ્ય રીતે સ્થાપન કરાયું..
0
જુલાઈ 24, 2025

અરવલ્લી જિલ્લામાં આજથી શરૂ થતા દશામાના વ્રતનો પ્રારંભ મોડાસા તાલુકાના ટિટોઇ ગામે છેલ્લા 30 વર્ષથી અવિરત દશામાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે વાજતે ગાજતે દશામાની મૂર્તિનું સ્થાપન કરાયુ હતું દશામાની મૂર્તિ દિનેશભાઈ ધનજીભાઈ પટેલના નિવાસસ્થાનેથી ડીજેના તાલે અને ગરબા ગાતા સાથે રાજુભાઈ બાબુભાઈ કારીગરના નિવાસ્થાને આવી સ્થાપન કરાવ્યું હતું. દિનેશભાઈ પટેલના ઘરે માતાજીની આરતી તથા હનુમાન ચાલીસા ના પાઠ કરી પ્રસ્થાન કરાયું શોભાયાત્રામાં ટીટોઇ તથા આજુબાજુના મોટી સંખ્યામાં માઇ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ટીટોઇ ગામના નવનિયુક્ત સરપંચ પ્રદીપભાઈ પટેલે માતાજી આગળ શીષ . ઝુકાવી માના આશીર્વાદ લઇ ધન્યતા અનુભવી હતી. દર વર્ષની જેમ સળંગ 10 દિવસ સુધી રાજુભાઈ કારીગરના નિવાસસ્થાને વિવિધ ભજન મંડળો લોક ડાયરો રાસ ગરબા તથા મહા આરતી અને મહાપ્રસાદ નું આયોજન કરાશે સમગ્ર ટીટોઇ ગામમાં ભક્તિમય વાતાવરણ બની રહેશે