માય ભારત દ્વારા માલપુર આઈ ટી આઈ ખાતે "એક પેડ માઁ કે નામ અભિયાન" અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું..
0
જુલાઈ 26, 2025
જુલાઈ 26, 2025
ભારત સરકારના રમત ગમત મંત્રાલય હેઠળ ના માય ભારત દ્વારા અરવલ્લી જિલ્લાના માલપુર આઈ.ટી.આઈ ખાતે સાબરકાંઠા અરવલ્લી જિલ્લા યુવા અધિકારી રમેશ આર. કપૂરજી ના માર્ગદર્શન હેઠળ "એક પેડ માઁ કે નામ" અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે માલપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભાગ્યશ્રીબેન પંડ્યા દ્વારા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહ્વાનથી ગામે ગામ વૃક્ષારોપણ કરી તેની જાળવણી કરવા માટેના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.. જે પ્રસંગે માલપુર આઈ.ટી.આઈ ના આચાર્ય શ્રી જે.કે પારેખ, ભાજપા સંગઠન પ્રમુખ ભાર્ગવ પટેલ, બ્રહ્મ સમાજ માલપુર પ્રમુખ રાજુભાઈ ગોર, એસ.સી મોરચા પ્રમુખ શરદ વાઘેલા, તાલુકા ઉપપ્રમુખ જગદીશ પાંડોર, સચિન કડિયા તેમજ શિક્ષક મિત્રો, કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા.. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન માય ભારત રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક હર્ષુ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.. સૌ વિધાર્થીઓ દ્વારા માય ભારત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું..
